Last Updated on by Sampurna Samachar
રાજસ્થાન હાઇકોર્ટે ચુકાદો આપ્યો
કોર્ટે ત્રણ નિષ્ણાતોનો મેડિકલ રિપોર્ટ માંગ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચે ૧૩ વર્ષની સગીર બળાત્કાર પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું કે જો પીડિતાને બાળકને જન્મ આપવા માટે દબાણ કરવામાં આવે છે, તો તેણીને જીવનભર માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડશે. આને અવગણી શકાય નહીં.
ન્યાયાધીશ સુદેશ બંસલની કોર્ટે સાંગાનેર (જયપુર) સ્થિત મહિલા હોસ્પિટલના અધિક્ષકને મેડિકલ બોર્ડની રચના કરવા અને ગર્ભપાત પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો ગર્ભ જીવંત મળી આવે છે, તો તેને જીવંત રાખવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે અને તેનો ઉછેર રાજ્ય સરકારના ખર્ચે થશે. તે જ સમયે, જો ગર્ભ જીવંત ન મળે તો તેના DNA રિપોર્ટ માટે પેશીઓને સાચવવામાં આવશે.
પીડિતા ૨૭ અઠવાડિયા અને ૬ દિવસની ગર્ભવતી
પીડિતાના વકીલ સોનિયા શાંડિલ્યએ જણાવ્યું હતું કે પીડિતા ૨૭ અઠવાડિયા અને ૬ દિવસની ગર્ભવતી હતી અને તેના માતા-પિતા પણ ગર્ભપાતના પક્ષમાં હતા. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આ પહેલા પણ દેશમાં આવા ઘણા કેસોમાં ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, ૨૮ અઠવાડિયાની ગર્ભવતી પીડિતોને પણ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે
છેલ્લી સુનાવણીમાં, કોર્ટે ત્રણ નિષ્ણાતોનો મેડિકલ રિપોર્ટ માંગ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગર્ભપાતમાં ચોક્કસપણે જોખમ રહેલું છે, પરંતુ તે થઈ શકે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ૧૯૭૧નો ઉલ્લેખ કરીને કોર્ટે કહ્યું કે બળાત્કારના પરિણામે ગર્ભાવસ્થા પીડિતાના માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડશે. તેથી ગર્ભપાતની મંજૂરી છે.