Last Updated on by Sampurna Samachar
યુવકે વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી
યુવકે મને ફિલ્મ બતાવવાના બહાને મોલમાં લઈ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. BSC યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ એક યુવક પર નશાકારક પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીનો આરોપ છે કે યુવકે મને ફિલ્મ બતાવવાના બહાને મોલમાં લઈ ગયો અને કંઈક કેફી પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ તે બેભાન થઈ ગઈ અને મોલના શૌચાલયમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

અહેવાલો અનુસાર, જ્યારે પીડિત વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો, ત્યારે યુવકે વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અને બાદમાં પૈસા અને સામાનની માંગણી કરી હતી. જ્યારે વિદ્યાર્થિનીએ આ અંગે પરિવારને જાણ કરી હતી ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પણ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી યુવક ચેન્નાઈની એક કોલેજમાંથી બી.ટેક ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. તેથી પોલીસ ટીમ બનાવવામાં આવી રહી છે અને તેને ટૂંક સમયમાં ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.