Last Updated on by Sampurna Samachar
રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો
પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના હાથરસમાં સાત વર્ષની બાળકી પર કિશોર દ્વારા દુષ્કર્મ આચર્યાનો બનાવ બન્યો હતો. જે આ ઘટનાને લઈને ગુસ્સે ભરાયેલા ટોળાએ ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ દળ ત્યાં પહોંચી ગયું હતું. તણાવને ધ્યાનમાં રાખીને, ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

મળતા અહેવાલો અનુસાર, હાથરસના સદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે સાત વર્ષીય બાળકી દુકાને સામાન ખરીદવા ગઈ હતી. આ દરમિયાન કિશોરે બાળકીને ઉપાડીને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. કેટલાક લોકોએ ધાર્મિક સ્થળ તરફ પથ્થરમારો પણ કર્યો ગયો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા.
ઘટના બાદ લોકોમાં રોષ ભભુક્યો
ફરિયાદના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો. પરંતુ જ્યારે બાળકીએ દુષ્કર્મ વિશે વાત કરી, ત્યારે પોલીસે તે જ રાત્રે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો હતો. પરંતુ સવાર પડતાની સાથે જ ફરી એકવાર હંગામો શરૂ થઈ ગયો. એક ધાર્મિક સ્થળ પાસે ભીડ એકઠી થવા લાગી. પછી કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.