Last Updated on by Sampurna Samachar
દિલ્હીની ટીમ માત્ર ૯૪ના સ્કોર પણ સમેટાઈ ગઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં દિલ્હી સામેની પહેલી ઇનિંગમાં સ્પીનર રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી પરંતુ બીજી ઇનિંગમાં તેણે વિસ્ફોટક બોલિંગ કરી ૭ વિકેટ ઝડપી વિરોધી ટીમને ઘૂંટણિયે લાવી દીધી હતી.
બીજી ઇનિંગમાં જાડેજાએ રિષભ પંતને પણ છોડ્યો ન હતો. જાડેજાની બોલિંગ સામે દિલ્હીનો એક પણ બેટર ટકી શક્યો ન હતો. દિલ્હીની ટીમ માત્ર ૯૪ના સ્કોર પણ સમેટાઈ ગઈ હતી. જાડેજાએ બીજી ઇનિંગમાં માત્ર ૩૮ રન આપીને ૭ વિકેટ લીધી હતી. આ રીતે આખી મેચમાં જાડેજાએ કુલ ૧૨ વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગમાં તો જાડેજાએ બોલિંગમાં કમાલ કરી દીધી હતી. રાજકોટની સ્પીન ફ્રેન્ડલી પીચ પર જાડેજાની બોલિંગ દિલ્હીનો એક પણ બોલર ટકી શક્યો ન હતો. જાડેજા પહેલા ઓપનર સનત સાંગવાનને આઉટ કર્યો હતો. ત્યારબાદ અર્પિત રાણા જાડેજાની બોલિંગનો શિકાર બન્યો હતો? અને પછી આ જ લાઈનમાં જાેન્ટી સિદ્ધુ અને રિષભ પંતને જાડેજાએ પવેલિયન ભેગા કરી દીધા હતા.
મયંક ગૌસાઈને આઉટ કરી જાડેજાએ પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. આ પછી સુમિત માથુર પણ જાડેજાના બોલનો શિકાર બન્યો હતો. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીની વિકેટ ઝડપીને જાડેજાએ સાત વિકેટ લીધી હતી. જાડેજા એ બીજી ઇનિંગમાં ૫૦ ડોટ બોલ ફેંકીને એક દિલ્હીના બેટરોને એક રન લેવા માટે પણ તરસાવી દીધા હતા.
જો આપને રવીન્દ્ર જાડેજાના રણજી ટ્રોફીના રેકોર્ડની વાત કરીએ તો તેણે ૧૯મી વખત પાંચ વિકેટ ઝડપવાનું કારનામું કરી દેખાડ્યું છે. આ સિવાય તેણે છઠ્ઠી વખત કોઈ એક મેચમાં ૧૦ વિકેટ લીધી છે. જાડેજાએ ૪૬ રણજી ટ્રોફી મેચમાં ૨૦૮ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગની સરેરાશ ૨૧.૨૫ રહી હતી.