Last Updated on by Sampurna Samachar
RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજન કરાયુ હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જાહેરાત કરી કે, રામ મંદિર એકમાત્ર એવું આંદોલન હતું, જેને સંઘે સમર્થન કર્યું હતું અને સંઘ કાશી અને મથુરા સહિત આવા અન્ય કોઈપણ અભિયાનને સમર્થન આપશે નહીં. દિલ્હીના વિજ્ઞાન ભેવનમાં તેમની ત્રણ દિવસીય વ્યાખ્યાનના છેલ્લા દિવસે પ્રશ્નોના જવાબ આપતા ભાગવતે સ્પષ્ટ કર્યું કે, RSS સ્વયંસેવકો આવા આંદોલનોમાં જોડાવા માટે સ્વતંત્ર છે.
મોહન ભાગવતે કહ્યું કે, “રામ મંદિર એકમાત્ર એવું આંદોલન હતું જેને RSS એ સમર્થન આપ્યું છે, તે અન્ય કોઈ આંદોલનમાં જોડાશે નહીં, પરંતુ અમારા સ્વયંસેવકો તેમાં જોડાઈ શકે છે. સંઘ કાશી-મથુરામાં આંદોલનોને સમર્થન આપશે નહીં, પરંતુ સ્વયંસેવકો તેમાં ભાગ લઈ શકે છે.” આ વ્યાખ્યાન શ્રેણીનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું હતું.
RSS માટે ભાજપ અંગે ર્નિણય લેવો સંભવ નથી
આ પહેલા ભાગવતે આ સામાન્ય ધારણાને “સંપૂર્ણપણે ખોટી” ગણાવતા નકારી કાઢી હતી કે, તેમનું સંગઠન ભારતીય જનતા પાર્ટી માટે “બધું” નક્કી કરે છે. તેમણે કહ્યું કે, સૂચનો પાર્ટીને આપવામાં આવે છે, પરંતુ ર્નિણયો પાર્ટી દ્વારા લેવામાં આવે છે. ભાગવતે એમ પણ કહ્યું કે, નવા ભાજપ અધ્યક્ષની પસંદગીમાં RSS ની કોઈ ભૂમિકા નથી.
વિજ્ઞાન ભવનમાં આયોજિત ત્રણ દિવસીય વ્યાખ્યાનના છેલ્લા દિવસે પ્રશ્નોના જવાબ આપતા ભાગવતે કહ્યું કે, RSS અને મ્ત્નઁના નેતૃત્વ હેઠળની સરકાર વચ્ચે કોઈ મતભેદ નથી, પછી ભલે તે કેન્દ્રમાં હોય કે પક્ષ શાસિત રાજ્યોમાં. શું સંઘ ભાજપ માટે બધું જ નક્કી કરે છે, ત્યાં સુધી કે અધ્યક્ષની પસંદગી પણ, આ પ્રશ્ન પર RSS વડાએ કહ્યું કે, “આ સંપૂર્ણપણે ખોટું છે.”
જે પી નડ્ડા હાલમાં ભાજપના અધ્યક્ષ છે. તેઓ કેન્દ્રીય મંત્રી પણ છે. ભાગવતે કહ્યું કે, “અમે ર્નિણય લેતા નથી. જો અમે ર્નિણય લેતા હોત, તો શું આટલો સમય લાગતો હોત? અમે ર્નિણય લેતા નથી. અમારે ર્નિણય લેવાની જરૂર નથી. તમારો સમય લો. અમારે તેના વિશે કંઈ કહેવાની જરૂર નથી.” ભાગવતે કહ્યું કે, આરએસએસ માટે ભાજપ અંગે ર્નિણય લેવો સંભવ નથી. તેમણે કહ્યું કે, ભાજપ પાસે પોતાના મામલા સંભાળવા માટે પોતાની કુશળતા છે, જેમ RSS પાસે પોતાની શાખાઓ ચલાવવા માટે છે.
ભાગવતે કહ્યું કે, “હું છેલ્લા ૫૦ વર્ષથી શાખાઓ ચલાવી રહ્યો છું. જો કોઈ મને શાખા સંચાલિત કરવાની સલાહ આપે છે, તો હું તેમાં નિષ્ણાત છું. તેઓ ઘણા વર્ષોથી સરકાર ચલાવી રહ્યા છે. તેથી તેઓ સરકારી બાબતોમાં નિષ્ણાત છે. અમે એકબીજાની કુશળતા જાણીએ છીએ.” RSS પ્રમુખે કહ્યું કે, સૂચનો આપી શકાય છે, પરંતુ ર્નિણય તેમણે જ લેવાનો છે કારણ કે તે તેમનું ક્ષેત્ર છે.