Last Updated on by Sampurna Samachar
બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય નૌકાદળ એરો ઇન્ડિયા ૨૦૨૫માં ચોથી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ મિગ-૨૯કે, સીકિંગ ૪૨બી અને એન્ટી-શિપ હેલિકોપ્ટર સહિત નૌકાદળ ઉડ્ડયનના વિવિધ વિમાનો અને સાધનોનું પ્રદર્શન કરશે. નૌકાદળ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADA) દ્વારા ડિઝાઇન કરાયેલી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત હળવા લડાયક વિમાન (નેવી)નું પણ પ્રદર્શન કરશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયાના ૧૫ મા સંસ્કરણનું ઉદઘાટન કર્યુ છે. તેઓ બેંગલુરુમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદઘાટન પણ કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પૉસ્ટ શેર કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તેઓ એરો ઇન્ડિયા શરૂ કરતા પહેલા ફિજીના સંરક્ષણ મંત્રી પિયો ટિકોડુઆદુઆને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ઉપરાંત, ભારત-ફિજી સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ને સંસ્થાકીય બનાવવા માટે એક કરાર થયો હતો.
બેંગલુરુ પહોંચ્યા પછી ફિજીના સંરક્ષણ પ્રધાન ટિકોદુઆદુઆએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ફિજી અને ભારત વચ્ચે સહયોગનો લાંબો ઇતિહાસ છે અને બંને દેશો તેમના સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા રાખે છે. રાજનાથ સિંહે દક્ષિણ સુદાનના સંરક્ષણ પ્રધાન લેફ્ટનન્ટ જનરલ ચોલ થોન જે બાલોકને પણ મળ્યા અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગની સમીક્ષા કરી.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એરો ઈન્ડિયા ૨૦૨૫નો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને જાગૃત કરવાનો અને નૌકાદળના વિમાનોનું પ્રદર્શન કરવાનો છે. આમાં MIG – 29 K KAMOV ૩૧ એરબોર્ન પ્રારંભિક ચેતવણી હેલિકોપ્ટર, SEAKING 42B અને MH 60R એન્ટિ-સબમરીન હેલિકોપ્ટરનો સમાવેશ થશે. આ કાર્યક્રમ ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે આયોજન કરાયું છે.