Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત બાદ અટકળો વહેતી થઇ
આ વચ્ચે કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાં બાદ રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશ નારાયણને મોટી જવાબદારી સોંપવાની અટકળો વહેતી થઈ છે. હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત બાદ અત્યંત મહત્ત્વની છે. તેઓ ઉપરાષ્ટ્રપતિની રેસમાં પણ આગળ છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશ નારાયણ સિંહને આ પદ માટે સંભવિત ચહેરો માનવામાં આવી રહ્યો છે. જગદીપ ધનખડનો કાર્યકાળ ૧૧ ઓગસ્ટ ૨૦૨૭ સુધીનો હતો. જોકે, તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. બીજી બાજુ કોંગ્રેસનું કહેવું છે કે ભાજપે જ નીતિશ કુમારને પ્રમોટ કરવા માટે જગદીપ ધનખડ પર રાજીનામું આપવા દબાણ કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે એક મજબૂત ચહેરો
રાજ્યસભાના સભાપતિનું પદ ખાલી થયા બાદ હરિવંશ નારાયણ સિંહે કાર્યકારી સભાપતિ તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી ન થાય ત્યાં સુધી, તેઓ આ જવાબદારી નિભાવશે. તેમાં રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે મુલાકાત બાદ તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટે એક મજબૂત ચહેરો માનવામાં આવી રહ્યો છે. વધુમાં તેઓ JDU માંથી આવે છે. બિહારમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં લેતાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ રાજકીય રમત રમાઈ રહી હોવાના દાવાઓ વિપક્ષ દ્વારા થઈ રહી છે.
નિયમ એ છે કે જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી હોય ત્યારે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી કરવામાં આવે છે. ચૂંટણી પંચ ગમે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી શકે છે. જો ચૂંટણી યોજાય તો NDA ની સ્થિતિ મજબૂત રહેશે. આ ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો મતદાન કરે છે. હાલમાં બંને ગૃહોમાં ૭૮૬ સભ્યો છે. આવી સ્થિતિમાં જીતવા માટે ઓછામાં ઓછા ૩૯૪ મતોની જરૂર પડશે.