Last Updated on by Sampurna Samachar
પોલીસે વેશ પલટો કરી આરોપીઓની ઓળખ કરી ઝડપી લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર LCB -૨ની ટીમે ચંદન ચોરી અને લૂંટ કેસના આરોપીને રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે વતનના ગામમાંથી શોધી કાઢ્યા હતા. પોલીસે વેષ પલટો કરી આરોપીઓની ઓળખ કરી હતી અને તેમને કોર્ડન કરી ઝડપી લીધા હતા.
LCB – 2 ની એક ટીમે ચિત્તોડગઢ રાજસ્થાન ખાતે વસવાટ કરતા નાસતા-ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી હતી. જેમાં સેકટર-૨૧ પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૬ દરમિયાન નોંધાયેલા વૃક્ષ છેદનના બે ગુનાના આરોપી અંગે બાતમી મળી હતી. ચંદન ચોરીના કેસમાં નાસતો-ફરતો સબીરખાન ઉર્ફે રાણાભાઈ સાદતખાન મુસલમાન ચિત્તોડગઢ રાજસ્થાન ખાતે પોતાના રહેણાક ખાતે હોવાનું જણાતા પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે વેષ પલટો કરી ચિત્તોડગઢમાં કેમ્પ કર્યો હતો અને ઓળખ પ્રસ્થાપિત કરી આરોપીને ઝડપી લીધો હતો. વર્ષ ૨૦૧૬ દરમિયાન સે-૨૧ પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ અને ધાડના બે કેસનો આરોપી ચિત્તોડગઢના પારલીયા ગામે રહેતો હોવાની એલસીબી-૨ની ટીમને બાતમી મળી હતી. પોલીસે વેષ પલટો કરી આરોપીને ઝડપી લીધો હતો.