અકસ્માતમાં સુરક્ષા કર્મચારીઓ સહીત ૯ લોકો ઈજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલાને અકસ્માત નડ્યો છે. જયપુરમાં બનેલી આ દુર્ઘટનામાં કાફલામાં તહેનાત સુરક્ષા કર્મચારીઓ સહિત ૯ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંના બે ની સ્થિતિ ગંભીર છે જેમને ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને દુર્ઘટનાગ્રસ્ત કારને રસ્તાથી હટાવી અને ટ્રાફિકને દૂર કર્યો. સાથે જ કાફલામાં સામેલ ગાડીને ટક્કર મારનારી કારને કબ્જામાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
મળતી જાણકારી અનુસાર, CM ભજનલાલે ટ્રાફિક પોલીસને તેમના કાફલાની મૂવમેન્ટ દરમિયાન સામાન્ય જનતાને ન રોકવાના આદેશ આપ્યા હતા. દરમિયાન જ્યારે CM નીકળ્યા તો રોન્ગ સાઈડથી આવી રહેલી ગાડીએ તેમના કાફલામાં ઘૂસીને સુરક્ષા કર્મચારીઓની ગાડીને ટક્કર મારી દીધી. જેમાં ૫ સુરક્ષા કર્મચારીઓ સહિત ૯ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. તેમાંથી બે સુરક્ષા કર્મચારીઓની ગંભીર સ્થિતિને જોતાં ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી પોતે હોસ્પિટલ સુધી લઈને ગયા અને તેમને સારવાર માટે દાખલ કરાવ્યા.
મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે ‘આ દુર્ઘટના NRI સર્કલ નજીક જ્યારે CM ના કાફલાની એક ગાડી એક કાર સાથે ટકરાવાથી બચવાના પ્રયત્નમાં રસ્તાના ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ. મુખ્યમંત્રીએ પોતાની ગાડી રોકાવી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા.’ CM નો કાફલો હંમેશાની જેમ આગળ વધી રહ્યો હતો અને કોઈ પરિવહન રોકાવ્યું નહતું. આ દરમિયાન દુર્ઘટના થઈ. સીએમે મામલાની જાણકારી લીધી અને એમ્બ્યુલન્સ આવવાની રાહ જોવાના બદલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને પોતાની ગાડીથી હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ સમય બગાડ્યો નહીં.’