Last Updated on by Sampurna Samachar
શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં કુવાડવામાં બેડી વાછકર ગામની શાળામાં લંપટ શિક્ષકે અશ્લીલ વીડિયો બનાવી વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. જેથી શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધી છે.
મળતી માહિતી અનુસાર કુવાવડા ગામે શિક્ષક કમલેશ અમૃતિયાએ ધોરણ ૫ની વિદ્યાર્થીનીને ન્યૂડ વીડિયો બતાવી છેડતી કરતો બનાવ સામે આવ્યો છે. બેડી વાછકપર ગામમાં શિક્ષકે અશ્લીલ હરકતો કરતા બાળકી ડઘાઈ ગઈ હતી. આ મામલે માતાપિતા, ગ્રામજનોને માલૂમ પડતા ૫ સભ્યોની તપાસ ટીમની રચના કરાઈ છે. શિક્ષક વિરૂદ્ધ DEO દિક્ષિત પટેલે નિવેદન આપ્યું છે, તપાસ કમિટી બનાવી સખ્ત કાર્યવાહી કરાશે. ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાશે.