Last Updated on by Sampurna Samachar
બસ ધડાકાભેર વીજપોલ સાથે અથડાતા અનેક વિધાર્થીઓ ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસચાલકે અકસ્માત સર્જતા દોડધામ મચી હતી . બસ ધડાકાભેર વીજપોલ સાથે અથડાતા જેના કારણે વિધાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ સમગ્ર ઘટનામાં વાલીઓ પણ ચિંતામાં મૂકાયા હતા અને બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતા,અકસ્માતમાં વીજ પોલ ધરાશાયી થતા આસપાસ વીજળી પણ ગુલ થવાની સમસ્યા સર્જાઈ હતી સાથે સાથે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી તો કણકોટના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો બીજી તરફ ટ્રાફિક પોલીસ અને તાલુકા પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી હતી.
સમગ્ર ઘટનામાં પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરી હતી અને તેમાં સામે આવ્યું કે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. અકસ્માતમાં મહિલા અને ૩ બાળકો ઈજાગ્રસ્ત થતા બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.