Last Updated on by Sampurna Samachar
યુનિવર્સીટી પોલીસે નરાધમને પકડી આગળની કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં એક સગીરાને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી અને ધો.૧૨માં અભ્યાસ કરતી છાત્રાને વિધર્મી શખ્સે પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ સગીરા સાથે ખાનગી વિડીયો ઉતારી આરોપીએ સોશિયલ મીડિયામાં શેર કરી વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે ફોનમાં ચેટ કરતી હોવાથી પરિવારજનોને શંકા જતા છાત્રાનો ફોન તપાસતા ફાંડો ફુટયો હતો અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી ધો.૧૨માં અભ્યાસ કરે છે તેમની પુત્રી કાલાવડ રોડ પ્રેમમંદિર પાછળ આવેલા કવાર્ટરમાં રહેતો અને સ્કૂલવાન ચલાવતો સેફ ઈલિયાઝ નામના વિધર્મી શખ્સની વાનમાં સ્કુલે જતી હોવાથી આરોપીને છાત્રા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા હતા અને બન્ને વચ્ચે સંબંધ થતા વિધર્મી શખસે તેનો લાભ લઈ છાત્રાને વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું.છાત્રા તેના ફોનમાં આરોપી સાથે ચેટ કરતી હતી ત્યારે પરિવારને શંકા ઉપજતા છાત્રાનો ફોન લઈ તપાસતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો.
જે અંગે છાત્રાને પરિવારજનોએ પુછતા તેણીએ જણાવ્યું હતું કે, તેણીને આરોપી અનેક જગ્યાએ લઈ જઈ તેની સાથે બળજબરી કરી હતી અને ખાનગી પળોના વિડીયો ઉતારી તેને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામમાં મોકલ્યા હતાં. ઉપરાંત તું જો મને અવારનવાર મળવા નહીં આવે તો વિડીયો વાયરલ કરી નાંખવાની ધમકી આપી હતી.
બાદમાં પરિવારજનો ભોગ બનનાર પુત્રીને લઈને યુનિ.પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને બનાવ અંગે વિધર્મી શખ્સ સામે ગુનો નોંધી શખ્સને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.