Last Updated on by Sampurna Samachar
બુટલેગરે રસ્તા પર જઈ રહેલા નિર્દોષ નાગરિકને કચડી નાખ્યો
ટક્કર એટલી ભયાનક હતી કે દિનેશભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોલીસનાડરથી બચવા માટે એક બુટલેગરે રસ્તા પર જઈ રહેલા નિર્દોષ નાગરિકને કચડી નાખતા ચકચાર મચી ગઈ છે.૧૦૦ કિમીની તોતિંગ ઝડપે દોડતી કારે એક હસતા–રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.

મળતી માહિતી મુજબ, કુખ્યાત બુટલેગર વિપુલ હાંડા પોતાની ફોર વ્હીલર ગાડીમાં દેશી દારૂનો જથ્થો લઈનેજઈ રહ્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાના ડરથી તેણે પોતાની કારને અંદાજે ૧૦૦ કિમી પ્રતિ કલાકની જોખમી ઝડપે ભગાવી હતી.
આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા ૪૯ વર્ષીય ટુ–વ્હીલર ચાલકદિનેશભાઈ સોલંકીને કારે જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે દિનેશભાઈનુંઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જીને ભાગવાની કોશિશ કરી રહેલા બુટલેગર વિપુલ હાંડાને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે. પોલીસે જ્યારે તેની કારની તલાશી લીધી ત્યારે તેમાંથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યોહતો.