Last Updated on by Sampurna Samachar
રાજકોટના જસદણમાંથી મળેલા એક કરોડનો વિદેશી દારૂ જપ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જસદણમાંથી મોટા પ્રમાણમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. આટકોટ પાંચવડા રોડ વચ્ચે વિદેશી દારૂ ઝડપાયો છે. ઓઇલના ટાંકામાં વિદેશી દારૂ છૂપાવાયેલો હતો. SMC દ્વારા તપાસ કરવામાં આવતા વિદેશી દારૂ ઝડપાયો હતો.
ટીમની ઘનિષ્ઠ તપાસમાં જુદાં-જુદાં બ્રાન્ડની દારૂની ૮૦૦ પેટી મળી હતી. વિદેશી દારૂ, ઓઇલ, ટ્રક સહિત એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ માલ લાવનારા ટ્રક ડ્રાઇવર તેમજ કંડક્ટર ફરાર થયા છે. સ્ટેટ મોનિટરિંગ ટીમે આરોપીઓની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે હેલિપેડ ખાતે ૩૦ લાખથી વધુના દારૂનો નાશ થયો છે. જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
રાજપીપળા ડિવિઝનમાં પાંચ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા મુદ્દામાલનો નાશ કરાયો હતો. રાજપીપળા, આમલેથા, તિલકવાડા પોલીસે ઝડપેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ગરૂડેશ્વર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલીસે પકડેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના એએસપી લોકેશ યાદવ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.