Last Updated on by Sampurna Samachar
હવે છેલ્લી ઘડીએ પણ બદલી શકાશે બોર્ડિંગ પોઈન્ટ
આ સુવિધા ફક્ત કન્ફર્મ્ડ અને RAC ટિકિટો પર જ લાગુ પડે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રેલવે મુસાફરોને રાહત આપતા એક સારા સમાચાર છે. હવે તમે તમારી ટ્રેન ઉપડવાના સમય પહેલાં જ તમારાપ્રવાસના આયોજનમાં ફેરફાર કરી શકો છો. આ સુવિધા માટે ભારતીય રેલવેએ ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલમાંઆવતા બોર્ડિંગ પોઇન્ટ બદલવાના નિયમોને સરળ બનાવ્યા છે. જેનો સીધો લાભ લાખો મુસાફરોને થશે.

મુસાફરો હવે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના માત્ર ૩૦ મિનિટ પહેલાં સુધી તેમની ટ્રેનનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. પહેલાં આ સમય મર્યાદા નોંધપાત્ર રીતે લાંબી હતી. જેના કારણે ઘણીવાર મુસાફરોને અસુવિધા થતી હતી. તમે IRTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા અથવા રેલવે રિઝર્વેશન કાઉન્ટર દ્વારા સરળતાથી આસુવિધાનો લાભ લઈ શકો છો.
ભાડાના ૫૦% કાપવામાં આવશે
નવું બોર્ડિંગ પોઇન્ટ હવે બીજા રિઝર્વેશન ચાર્ટમાં અપડેટ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ટ્રેન પ્રસ્થાનપહેલાં તરત જ ફેરફારો શક્ય બનશે. આ એવા મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે જેના પ્લાનમાં અચાનકછેલ્લી ઘડીએ ફેરફાર થાય છે.
આ સુવિધા ફક્ત કન્ફર્મ્ડ અથવા RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ ધરાવતા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે. તે વેઇટિંગ લિસ્ટ ટિકિટ પર લાગુ પડતી નથી. એક મુખ્ય શરત એ છે કે બોર્ડિંગ પોઈન્ટ ફક્તએક જ વાર બદલી શકાય છે. વધુમાં આ વિનંતી બીજા રિઝર્વેશન ચાર્ટ તૈયાર થાય તે પહેલાં સબમિટ કરવીજરૂરી છે.
હવે, જાે કોઈ મુસાફર પ્રસ્થાનના ૨૪ થી ૭૨ કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરે છે, તો તેને ભાડાની રકમનો ૨૫% રકમ ગુમાવવી પડશે. જો પ્રસ્થાનના ૮ થી ૨૪ કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરવામાં આવે છે, તો ભાડાના ૫૦% કાપવામાં આવશે. છેલ્લે જો ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના ૮ કલાકની અંદર ટિકિટ કેન્સલ કરવામાં આવેછે, તો મુસાફરને કોઈ રિફંડ મળશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, તમે કેન્સલકરવામાં જેટલો વધુ વિલંબ કરશો, તેટલું વધુ નુકસાન થશે.
બોર્ડિંગ પોઈન્ટ કેવી રીતે બદલવો.IRTC માં લોગ ઇન કરો, “માય બુકિંગ” પર જાઓ, તમારી ટિકિટ પસંદ કરો, “બોર્ડિંગ પોઈન્ટ ચેન્જ” પરક્લિક કરો, નવું સ્ટેશન પસંદ કરો અને કન્ફર્મ કરો.
રેલવેનો આ નવો નિયમ મુસાફરોને વધુ ફ્લેક્સિબિસિટી અને સુવિધા આપે છે. જો કે, ટિકિટ કેન્સલ કરવાનાચાર્જમાં કડકતા સાથે તમારે તમારી મુસાફરીનું પણ સમજદારીપૂર્વક આયોજન કરવું જોઈએ. જ્યારે તમારીપાસે હવે તમારી ટ્રેન પકડવા અંગે થોડી વધુ સ્વતંત્રતા છે, ત્યારે ટિકિટ રદ કરતી વખતે સાવધાની રાખવીજરૂરી છે.