Last Updated on by Sampurna Samachar
અખબારનું છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રકાશન બંધ
SIA ને મળી AK-47 ગોળીઓ અને પિસ્તોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્ય તપાસ એજન્સીએ જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. એજન્સીએ દરોડા દરમિયાન હથિયારો જપ્ત કર્યા હતા. દરોડા દરમિયાન AK-47 ની ગોળીઓ, એક પિસ્તોલ અને ગ્રેનેડ લિવર મળી આવ્યા છે. એજન્સી અનુસાર, SIA એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી અને આતંકવાદી વિચારધારાઓને સમર્થન આપવાના આરોપસર કાશ્મીર ટાઈમ્સ અખબારના જમ્મુ મુખ્યાલય પર દરોડો પાડ્યો હતો.

અહેવાલો અનુસાર, પત્રકાર વેદ ભસીન દ્વારા સંચાલિત કાશ્મીર ટાઈમ્સે થોડા સમય માટે જમ્મુથી તેનું પ્રિન્ટ એડિશન પ્રકાશિત કરવાનું બંધ કરી દીધું છે અને હવે તે મુખ્યત્વે ઓનલાઈન કાર્ય કરે છે. ભસીનના મૃત્યુ પછી, તેમની પુત્રી અનુરાધા ભસીન અને તેના પતિ પ્રબોધ જામવાલે અખબાર સંભાળ્યું હતું. જોકે, બંને યુનાઇટેડ સ્ટેટ્સ ગયા છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં રહે છે. તેની વેબસાઇટ પર પ્રબોધને સંપાદક તરીકે અને અનુરાધાને મેનેજિંગ એડિટર તરીકે ગણવામાં આવ્યા છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી
દરોડાની શરૂઆત સવારે ૬ વાગ્યાની આસપાસ થઈ હતી, અને SIA અધિકારીઓએ અખબારના મેનેજર સંજીવ કર્ણીને ઓફિસ ખોલવા માટે તેમના ઘરેથી બોલાવ્યા હતા. અહેવાલો અનુસાર, થોડા દિવસો પહેલા અખબાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને હાલમાં આ બાબતની તપાસ ચાલી રહી છે.
જણાવી દઈએ કે, કાશ્મીર ટાઈમ્સ અખબારના જમ્મુ અને કાશ્મીર કાર્યાલય પર રાષ્ટ્ર વિરોધી સામગ્રી પ્રકાશિત કરવાના આરોપમાં અગાઉ દરોડા પાડવામાં આવ્યા હતા. હાલમાં, અખબારનું છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રકાશન બંધ કરી દીધું છે. દિલ્હીમાં ૧૦ નવેમ્બરના રોજ થયેલા વિસ્ફોટ પછી, જમ્મુ સહિત અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે અને હાલમાં તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી પર કેન્દ્રિત છે. આ યુનિવર્સિટી સાથે ડૉ. ઉમર, ડૉ. આદિલ, ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીનના સંબંધો મળી આવ્યા હતા, ત્યારબાદ પોલીસે તાજેતરમાં અહીં દરોડા પાડ્યા હતા.