Last Updated on by Sampurna Samachar
અધિકારીઓએ પંચનામુ કરીને અનાજનો સ્ટોક સીઝ કર્યો
મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો ઝડપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડા (KHEDA) માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઈનડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પુરવઠા અધિકારી અને માતર મામલતદારે દરોડા પાડ્યા છે. જે દરોડા પાડી ૨૮૩ ટન ચોખા , ૬૩ ટન ઘઉં અને ૩૪ ટન બાજરી સીઝ કરવામાં આવી છે.

સરકારી અનાજના શંકાસ્પદ જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. ગોડાઉનમાં ચોખા- ઘઉં અને બાજરીના સ્ટોકનું પત્રક મળ્યુ નથી. અધિકારીઓએ પંચનામુ કરીને અનાજનો સ્ટોક સીઝ કર્યો હતો. અનાજનો જથ્થો સરકારી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ જથ્થો સરકારી કે નહીં તે અંગે સવાલ
મહત્તવનું છે કે આ અગાઉ પણ અનેક વખત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સરકારી અનાજનું ગેરકાયદેસર વેચાણ થતુ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ખેડાના માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે. જોકે અત્યારે સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી કે આ જથ્થો સરકારી અનાજનો છે કે અન્ય ખરીદવામાં આવેલું અનાજ છે. જોકે અધિકારીઓએ પંચનામુ કરીને અનાજનો સ્ટોક સીઝ કર્યો છે.