Last Updated on by Sampurna Samachar
ઔરંગાબાદ જઈ રહેલી રેલીમાં બન્યો બનાવ
પોલીસકર્મીને સામાન્ય ઇજાઓ પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન એક દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા હતા. ઔરંગાબાદ જઈ રહેલી આ રેલીમાં રાહુલ ગાંધીની ગાડીએ એક પોલીસકર્મીને ટક્કર મારી હતી. જેને સામાન્ય ઈજા થઈ હતી.

વોટર અધિકાર યાત્રામાં RJD નેતા તેજસ્વી યાદવ પણ જોડાયા હતા. કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ આ રેલીમાં ઔરંગાબાદ જઈ રહ્યા હતાં. જ્યાં રાહુલ ગાંધી એક જનસભાને સંબોધિત કરવાના હતાં. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ચૂંટમી પંચ અને ભાજપ પર વોટ ચોરીના ગંભીર આરોપો મૂકી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ પોલીસકર્મીના ખબર અંતર પૂછ્યા
યાત્રા દરમિયાન નવાદામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને લઈ જઈ રહેલા વાહને સુરક્ષામાં તૈનાતમાં પોલીસકર્મીને ટક્કર મારી હતી. પોલીસકર્મી નીચે પડી ગયો હતો. જેને અન્ય સુરક્ષા અધિકારીઓએ ઉભો કર્યો હતો. બાદમાં રાહુલ ગાંધીએ તેના ખબર અંતર પણ પૂછ્યા હતાં.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ભાજપ સાથે મિલીભગત હેઠળ વોટ ચોરીનો આરોપ મૂક્યો હતો. આ આરોપો સાથે તેમણે વોટર અધિકાર યાત્રા શરૂ કરી . ઝારખંડ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ડઝન ગાડીઓના કાફલા સાથે આ યાત્રામાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેશવ મહતો કમલેશ, પૂર્વ અધ્યક્ષ રાજેશ ઠાકુર, મંત્રી દિપિકા પાન્ડે સિંહ ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્યો, કાર્યકારી અધ્યક્ષ સહિત પક્ષના અનેક કાર્યકરો નવાદા પહોંચ્યા હતાં.