Last Updated on by Sampurna Samachar
ભોપાલ કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનુ નિવેદન
કોંગ્રેસના સિનિયરોએ ખેલ કર્યાની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સંગઠનને લઈને વિલંબ જોવા મળી રહ્યો છે. ૩૧ મે સુધી નામ પરની તારીખ પણ વીતી ગઈ છે. જ્યારે હજુ પણ સંગઠનની જાહેરાતમાં વિલંબ થશે. રાહુલ ગાંધી (RAHUL GANDHI) એ યાદી અટકાવી હોવાની માહિતી મળી રહી છે.
કોંગ્રેસના નેતાઓને ફરી યાદી આપવા સુચના અપાઇ છે. રાહુલ ગાંધી કાર્યાલય તરફથી સુચના અપાઇ છે. બીજી બાજુ, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ સામે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને આડેહાથ લીધા છે. ભોપાલ ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ જ ગુજરાત કોંગ્રેસની પોલ ખોલી છે.
AICC ના નીરિક્ષકો સાથે પ્રદેશના પણ નીરિક્ષકો જોડાયા
જ્યારે કોંગ્રેસના સિનિયરોએ ખેલ કર્યાની ચર્ચા છે. જિલ્લાના પ્રમુખ માટે યાદીમાં આસિસ્ટન્ટના નામ હતા. જિલ્લા પ્રમુખ માટે બે પ્રકારની યાદીઓ આવી હતી. બંન્ને યાદીમાં જમીન આસમાનનો તફાવત હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, એક લિસ્ટમાં નેતાઓના આસિસ્ટન્ટ અને બીજી યાદીમાં કામ પોટેન્યિયલવાળા નેતાઓ હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા સંગઠનની રચનાને લઈને AICC ના નિરીક્ષકોની આગેવાનીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. AICC ના નીરિક્ષકો સાથે પ્રદેશના પણ નીરિક્ષકો જોડાયા હતા. આ સાથે જ જિલ્લા પ્રમુખ માટે ચાર લોકોની યાદી દિલ્હી મોકલાઇ હતી અને ૩૧ મે સુધી નામ પર મહોર બાદ જાહેરાત થવાની હતી. આવામાં હજુ જિલ્લા સંગઠનની જાહેરાતમાં વિલંબ થશે, તે પ્રકારની વાત સામે આવી રહી છે.