ઓપરેશન સિંદુર મામલે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

‘રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત સરકારે ભૂલ કરી છે’

ટ્રમ્પ ઘણી વાર બોલી ચૂક્યા કે યુદ્ધ અમે અટકાવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઓપરેશન સિંદૂરને લઇ પર લોકસભામાં ચર્ચા ચાલી રહી હતી. ત્યારે લોકસભામાં વિપક્ષા નેતા રાહુલ ગાંધીએ પહલગામ હુમલાને ક્રૂર ગણાવતા કહ્યું કે, ‘જે થયું, તે ખોટું થયું. તમામે તેની નિંદા કરી છે. અમે પહાડની જેમ સરકારની સાથે ઉભા રહ્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે પહલગામ હુમલા બાદ નરવાલ સાહબના ઘરે ગયા, તેમના પુત્ર નેવીમાં હતા. ઉત્તરપ્રદેશમાં પણ પીડિત પરિવારોને મળ્યા. કાશ્મીરમાં પણ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી. અમે રાજનીતિ કામથી લોકોને મળતા રહીએ છીએ. જ્યારે હાથ મિલાવો ત્યારે ખબર પડે છે કે આ ટાઈગર છે.

પહલગામ બાદ એક પણ દેશે પાકિસ્તાનની નથી કરી નિંદા

ટાઈગરને આઝાદી આપવી પડે છે. સેનાને સંપૂર્ણ આઝાદી આપવી જોઈએ. રાજનીતિક ઇચ્છાશક્તિની જરૂર હોય છે. સેનાના ઉપયોગ માટે રાજનીતિક ઇચ્છાશક્તિ જરૂરી છે. ૧૯૭૧માં તત્કાલીન વડાપ્રધાને અમેરિકાની ચિંતા નહોતી કરી. એક લાખ પાકિસ્તાની સૈનિકોએ સરેન્ડર કર્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સૈમ માનેકશૉને કોટ કરવામાં આવ્યા. ઇન્દિરાજીને સૈમ માનેકશૉએ કહ્યું કે, અમે હાલ ઓપરેશન નથી કરી શકતા. અમને છ મહિનાનો સમય આપવો જોઈએ, ઉનાળામાં કરીશું. ઇન્દિરાજીએ પૂરતો સમય આપ્યો હતો. સંરક્ષણ મંત્રીએ ગૃહમાં કહ્યું કે, અમે ૧.૩૫ વાગ્યે પાકિસ્તાનને જણાવ્યું કે અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ એસ્કેલેટરી ન હતું. હવે કોઈ એસ્કેલેશન ન હોવું જોઈએ. તમે ૩૦ મિનિટમાં જ પાકિસ્તાનને સામે સરેન્ડર કરી દીધું.

જણાવવામાં આવ્યું કે, તમારી પાસે લડવાની ઇચ્છાશક્તિ નથી. સરકારે પાયલટ્સના હાથપગ બાંધી રાખ્યા છે.‘રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત સરકારે ભૂલ કરી છે. આપણું કોઈ સાથે યુદ્ધ થયું છે અને આપણે તેને કહીએ કે ભાઈ હવે ઠીક છે, અમે લડાઈ નથી ઈચ્છતા. અમે તમને એક થપ્પડ મારી છે, બીજી નહીં મારીએ. ભૂલ સેનાની નહીં, સરકારની હતી.

ટ્રમ્પે ૨૯ વખત કહ્યું કે, અમે યુદ્ધ અટકાવ્યું. જો દમ હોય તો વડાપ્રધાન મોદી આ ગૃહમાંથી એવું બોલી દે કે ડોનાલ્ડ ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે. એક નવી વસ્તુ ચાલી છે, નવો શબ્દ ચાલ્યો છે- ન્યૂ નોર્મલ. વિદેશ મંત્રીએ તેનો ઉપયોગ કર્યો. ભાષણમાં તેમણને કહ્યું કે તમામ ઇસ્લામિક દેશોએ નિંદા કરી છે, પરંતુ એ નથી જણાવ્યું કે પહલગામ બાદ એક પણ દેશે પાકિસ્તાનની નિંદા નથી કરી. દરેક દેશે આતંકવાદની નિંદા કરી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.