જાતિવાદને પ્રજા નહીં પણ નેતાઓ ઉભા કરે છે  

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના નિવેદનથી વિવાદ

નેતાઓ ચૂંટણી લાભ માટે પોતાના સમુદાયોને વધુ પછાત બનાવે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હમેંશા તેમના નિવેદનને લઇ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વધુ એકવાર તેમનુ વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. જેમાં તેમણે કહ્યુ કે લોકો જાતિવાદી નથી હોતા, પરંતુ નેતાઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદી બની જાય છે.

ગડકરીએ કહ્યું કે કોણ વધુ પછાત છે તે અંગે હરિફાઈ ચાલી રહી છે. સામાજિક અસમાનતા દૂર કરવાની જરૂર છે. જાતિગત ભેદભાવનો અંત લાવવો જોઈએ. આ પ્રક્રિયા “પોતાનાથી” શરૂ કરવી જોઈએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિના રાજકીય હથિયાર તરીકે ઉપયોગની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને દલીલ કરી હતી કે સાચા અર્થમાં સામાજિક ઉત્થાનની જગ્યાએ ચૂંટણી લાભ ખાટવા કૃત્રિમ રીતે વિભાજન પેદા કરવામાં આવેછે.

હું કોઈપણ પક્ષપાત વિના બધાના વિકાસ માટે કામ કરું

અમરાવતીમાં ડૉ. પંજાબરાવ ઉર્ફે ભાઉસાહેબ દેશમુખ મેમોરિયલ એવોર્ડ સમારોહને સંબોધતા ગડકરીએ રાજકારણની ફરી વ્યાખ્યા કરવા માટે હાકલ કરી જે ઓળખ આધારિત વોટબેંક વ્યૂહરચનાઓ કરતાં વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગડકરીએ કહ્યું કે પછાતપણાની ચર્ચા રાજકીય વાટાઘાટોમાં સામાજિક ન્યાયથી હટીને સોદાબાજીનો વિષય બની ગઈ છે.

ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે સાચા નેતૃત્વને પોસ્ટરો કે જાહેરાતોની જરૂર નથી હોતી. રાજકારણ સ્વ-પ્રમોશન કરતાં સમાજ સેવા પર આધારિત હોવું જોઈએ. નેતાઓ ચૂંટણી લાભ માટે પોતાના સમુદાયોને વધુ પછાત સાબિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું કે મેં ચૂંટણી લડી અને લોકોને સ્પષ્ટ કહ્યું કે હું મારી શરતો પર રાજકારણ કરીશ, ભલે તેઓ મને મત આપે કે ન આપે. મારી ફરજ એ છે કે હું કોઈપણ પક્ષપાત કે સમાધાન વિના બધાના વિકાસ માટે કામ કરું. તેમણે ચૂંટણીના વધતા વ્યવહારિક સ્વભાવ પર પણ શોક વ્યક્ત કર્યો અને પ્રચાર પર વધુ પડતા નાણાં ખર્ચવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.