Last Updated on by Sampurna Samachar
માતાની છેડતી કરનારા શખ્સને કારની નીચે કચડીને હત્યા
વિંછિયા પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં મહિલાઓની સુરક્ષાને મુદ્દે સવાલો ઉભા થઈ રહ્યાં છે. શહેરમાં માતાની છેડતી કરનારા શખ્સને કારની નીચે કચડીને હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણેક મહિના પૂર્વ મૃતકે હત્યારાની માતાની છેડતી કરી હતી. આ છેડતીનું મનદુ:ખ રાખીને આરોપીએ હત્યા કરી નાંખી છે. આ હત્યાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસે આરોપી ભગા ગરાભડીયાને ઝડપી પાડ્યો છે.રાજકોટમાં બે ત્રણ મહિના પૂર્વે ગભા ગરા ભડીયા નામના શખ્સે એક મહિલાનો હાથ પકડીને છેડતી કરી હતી. આ છેડતીનું મનદુ:ખ રાખીને મહિલાના પુત્રએ ભગા ગરાભડીયાની હત્યા કરી નાંખી છે.
હત્યારાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી
વિંછિયા તાલુકાના નાના માત્રા ગામમાં છેડતી કરનારને કાર નીચે કચડી નાંખવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતકની દીકરીને ઈજા થતાં તેને સારવાર અર્થે બોટાદ ખસેડવામાં આવી હતી. વિંછિયા પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.