Last Updated on by Sampurna Samachar
૬ વર્ષ પહેલાં ૨૦ કરોડ આવક હતી તે હવે શૂન્ય પર આવી ગઇ
ગુજરાત વક્ફ બોર્ડની વેબસાઇટ પર કોઈ માહિતી જ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે વક્ફ એક્ટમાં કરેલા સુધારાના કારણે વક્ફ સંપત્તિઓનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે એક રસપ્રદ વાત એ છે કે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વક્ફ સંપત્તિઓમાંથી કોઈ આવક જ નથી થતી. ૬ વર્ષ પહેલાં જ ગુજરાતની વક્ફ સંપત્તિઓમાંથી થયેલી આવક ૧૯.૭૮ કરોડ રૂપિયા હતી પણ સરકારી ડેટા પ્રમાણે છેલ્લાં ૩ નાણાંકીય વર્ષમાં આ આવક શૂન્ય થઈ ગઈ છે.

વક્ફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા વેબસાઈટના ડેટા પ્રમાણે, ગુજરાતમાં કુલ ૪૫,૩૫૮ વક્ફ સંપત્તિ છે. આ પૈકી ૩૯૯૪૦ અચલ સંપત્તિ એટલે કે ઈમ્મૂવેવલ પ્રોપર્ટી છે, જ્યારે ૫,૪૮૦ ચલ એટલે કે મૂવેબલ સંપત્તિ છે.
ત્રણ વર્ષમાં આ આવક ઘટીને ઝીરો પર આવી
વેબસાઈટ પર અપાયેલી માહિતી પ્રમાણે, છેલ્લાં ૧૫ નાણાંકીય વર્ષમાં એટલે કે ૨૦૧૦-૧૧ થી ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતમાં વક્ફ સંપત્તિઓની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ વક્ફ સંપત્તિઓમાંથી થતી આવકમાં બહુ મોટો ફેરફાર થયો છે. ૧૦ વર્ષ પહેલાં ગુજરાતમાં વક્ફ સંપત્તિઓમાંથી ૭,૬૬,૩૮,૧૭૨ રૂપિયાની આવક થતી હતી અને ૨૦૧૮-૧૯ માં તો આ આવક વધીને ૧૯.૭૮ કરોડ રૂપિયા પર પહોંચી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં આ આવક ઘટીને ઝીરો પર આવી ગઈ છે.
આ વેબસાઈટ ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સંચાલિત છે અને તેમાં દેશનાં દરેક રાજ્યમાં વક્ફ સંપત્તિઓને લગતી તમામ વિગતો ઉપલબ્ધ છે. દરેક રાજ્યના ક્યા તાલુકામાં કેટલી વક્ફ સંપિાઓ છે અને ક્યા પ્રકારની સંપિાઓ છે તેની વિગતો આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ આધારભૂત સાાવાર ડેટા છે તેથી તેની વિગતો વિશે કોઈ શંકા કરી શકાય તેમ નથી.
વર્ષ ૨૦૧૯-૨૦માં વક્ફ સંપત્તિઓમાંથી કુલ ૪,૯૪,૫૪,૩૧૧ રૂપિયા એટલે કે લગભગ ૪.૯૪ કરોડની આવક થઈ હતી. ૨૦૨૦-૨૧માં આવક ઘટીને ૪,૫૩,૧૧,૪૬૩ રૂપિયા થઈ. ૨૦૨૧-૨૨માં આવક ઘટીને ૩૬,૧૩૦,૨૧૨ રૂપિયા થઈ. કોરોનાના કારણે આવકમાં ઘટાડો થયાનું મનાય છે, પરંતુ આશ્ચર્યજનક વાત હવે આવે છે.
ગુજરાતમાં વક્ફ બોર્ડ અસ્તિત્વમાં છે પણ તેની વેબસાઈટ પર કોઈ માહિતી જ નથી. ગુગલ પર સર્ચ કરો તો ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડની સત્તાવાર વેબસાઈટ હોવાનું દેખાય છે. તેના પર ક્લિક કરો એટલે ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડની વેબસાઈટ ખૂલે છે ખરી પણ હોમ પેજ પર ગુજરાતમાં વક્ફ બોર્ડના ટૂંકા ઈતિહાસ સિવાય બીજી કોઈ વિગત નથી મળતી.
હોમ પેજ પર બીજાં સેક્શન પર ક્લિક કરો તો ગુજરાત સરકારના કાયદા વિભાગની વિગતો આવે છે. વક્ફ બોર્ડની ઓફિસ ક્યાં છે, કોણ કોણ હોદ્દેદારો છે, ફોન નંબર કે ઈમેલ આઈડી શું એવી પ્રાથમિક માહિતી પણ વેબસાઈટ પર નથી. ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે સરકારી વિભાગની આ હાલત દયનિય કહેવાય.