ફિલ્મ રિલીઝ થયાના કલાકોમાં જ પાયરસીનો શિકાર
મોબાઈલ પર આવી ૩ કલાકની આખી ફિલ્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
૫મી ડિસેમ્બરે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત પુષ્પા ૨: ધ રૂલ રિલીઝ થઈ છે. ૨૦૨૧ની બ્લોકબસ્ટર પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ પ્રેક્ષકોને પુષ્પા રાજની રોમાંચક દુનિયામાં લઈ જશે, જે એક કૂલીમાંથી લાલ ચંદનનાં દાણચોરીના ધંધાનો રાજા બની જાય છે. પુષ્પા રાજના રોલ માટે નેશનલ એવોર્ડ જીતનાર અલ્લુ અર્જુન આ વખતે પણ શાનદાર પરફોર્મન્સ આપવા જઈ રહ્યો છે. રશ્મિકા મંદાન્ના પણ પુષ્પાની પત્ની શ્રીવલ્લીના રોલમાં વાપસી કરી રહી છે.
આ ફિલ્મ પહેલી ફિલ્મ રિલીઝ થયાના ત્રણ વર્ષ પછી મોટા પડદા પર આવી છે. આવી સ્થિતિમાં આ ફિલ્મનું પણ ધામધૂમથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. થિયેટરથી લઈને સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યા છે.
બોક્સ ઓફિસ રિપોર્ટ પ્લેટફોર્મ SACNILK અનુસાર, ફિલ્મે સવારે ૮ વાગ્યા સુધી ૨૧.૦૪ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે. ફિલ્મ ‘પુષ્પા ૨: ધ રૂલ’ પાયરસીનો શિકાર બની છે. આ ફિલ્મ ઘણી પાઈરેસી વેબસાઈટ પર લીક થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળી ભાષામાં પણ રિલીઝ થઈ રહી છે. તે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવી છે.