Last Updated on by Sampurna Samachar
અપકમિંગ ફિલ્મ શૌંકી સરદારનું કરી રહ્યો હતો શૂટિંગ
સ્ટંટ કરતી વખતે દુર્ઘટનાનો ભોગ બન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબી સિંગર અને એક્ટર ગુરૂ રંધાવા પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક્સિડન્ટનો ભોગ બન્યો હતા. ફિલ્મના શૂટિંગમાં સ્ટંટ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યાં હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. તેણે પોતે જ ઈન્સ્ટાગ્રામ પર તસવીર રજૂ કરી આ અંગે માહિતી આપી હતી.
ગુરૂ રંધાવા પોતાની અપકમિંગ ફિલ્મ શૌંકી સરદારનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે સ્ટંટ કરતી વખતે દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. અને ઈજાઓ થઈ હતી. તેને ગળાના ભાગમાં, ચહેરા પર અને માથા પર ઈજા થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં ગળામાં સર્વાઈકલ કોલર છે. માથા પર પાટો તેમજ ચહેરા પર ઈજાના નિશાન છે. હાલ તેની તબિયતમાં સુધારો થયો હોવાનું પણ રંધાવાએ જણાવ્યું હતું.
રંધાવાએ ફોટો શેર કરતાં કેપ્શન લખી હતી કે, મારૂ પ્રથમ સ્ટંટ, મારી પ્રથમ ઈજા, પરંતુ મારો વિશ્વાસ અડગ છે. શોંકી સરદાર ફિલ્મના સેટ પરથી એક યાદ. ખૂબ મુશ્કેલ કામ છે એક્શન કરવી, પરંતુ મારા દર્શકો માટે હું આકરી મહેનત કરીશ.
ગુરૂ રંધાવાની પોસ્ટએ ચાહકોને ચિંતામાં નાખ્યા હતા. લોકોએ કમેન્ટમાં ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેના સેલિબ્રિટી મિત્રોએ પણ ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી હતી. મૃણાલ ઠાકુરે આઘાતજનક પ્રતિક્રિયા આપી હતી કે, શું? જ્યારે અનુપમ ખેરે તેનો વિશ્વાસ વધારતાં કહ્યું કે, તમે સૌથી સારા છો, ઝડપથી સાજા થઈ જશો. મીકા સિંહે ગુરૂને જલ્દીથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી કે, ઝડપથી સાજા થઈ જાઓ, ભારતી સિંહ અને ઓરહાન અવત્રમણિએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ગુરૂ રંધાવાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકતાં જ ચાહકો નારાજ થયા હતાં. તેઓએ પણ કમેન્ટ્સ કરી ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, પોતાને કોઈ વસ્તુમાં એટલી હદ સુધી ઢાળી દેવાની જરૂરિયાત નથી, અમે તમારા મ્યૂઝિકથી ખુશ છીએ. બસ, તમે ઝડપથી ઠીક થઈ જાવ.
ગુરૂ તેની આગામી ફિલ્મ શૌંકી સરદારમાં નિમરત આહલૂવાલિયા સાથે જોવા મળશે. આ ફિલ્મ પ્રેમ, વફાદારી અને સાંસ્કૃતિક ગૌરવની એક વાર્તા પર આધારિત છે. ગુરૂ રંધાવાના પોતાના પ્રોડક્શન હાઉસ ૭૫૧ ફિલ્મ્સ કે પ્રોડક્શન અને ધીરજ રતનના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ આગામી વર્ષે રીલિઝ થવાની છે. તેમના ચાહકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
થોડા સમય પહેલાં જ ગુરૂ રંધાવાએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર આસ્થાની ડૂબકી લગાવી હતી. જેનો ઈન્સ્ટાગ્રામ પર એક કોલાજ વીડિયો પણ રજૂ કર્યો છે. તેમણે સંગમમાં સ્નાન, હોડીમાં સવારીનો આનંદ લેતાં તેમજ સાંજની આરતી જોતો વીડિયો રજૂ કર્યો હતો. વધુમાં તેણે પોતાના ચાહકો સાથે સેલ્ફી પડાવી તેમને પણ ખુશ કર્યા હતાં.