Last Updated on by Sampurna Samachar
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો
શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, કૃપા કરીને અફવાઓથી પેનિક ન થાઓ અને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ પુરાવો‘
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. આ અફવાઓને કારણે વડોદરાના લગભગ તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ વધુ ન વકરે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે.મળતી માહિતી અનુસાર, મંગળવારે સવારથી જ વડોદરા શહેરના મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી હતી.

ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે, ‘શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, કૃપા કરીને અફવાઓથી પેનિક ન થાઓ અને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ પુરાવો.‘
અચાનક પેટ્રોલ પંપો પર ઘસારો વધતા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. લોકોમાં એવો ડર પેઠો છે કે જાે અત્યારે પેટ્રોલ નહીં ભરાવીએ તો આગામી દિવસોમાં વાહન વ્યવહાર ઠપ થઈ જશે. જાેકે, વહીવટી તંત્ર અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે સપ્લાય ચેઈન ચાલુ છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.