Last Updated on by Sampurna Samachar
દારૂ પીધેલી હાલતમાં લોકોએ PSI ને ઝડપ્યા હતા
નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં દારૂબંધીને લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. જ્યારે પોલીસકર્મી નશામાં જોવા મળે તો આમ જનતાને સવાલ તો થાય જ. ત્યારે અમદાવાદમાં નારોલ ટ્રાફિક ચોકી પરથી દારૂ પીધેલી હાલતમાં લોકોએ PSI ને ઝડપ્યા હતા. નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે PSI જયેન્દ્રસિંહ વીરપુરા સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ નારોલ ચાર રસ્તા ખાતે નારોલ ટ્રાફિક બીટના PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા દારૂ પીતા ઝડપાયા છે. નારોલ પોલીસને કન્ટ્રોલ રૂમ પર એક મેસેજ મળ્યો હતો કે, નારોલ બ્રિજ નીચે આવેલ કે ટ્રાફિક પોલીસ સ્ટેશનની નારોલ બીટ ટ્રાફિકની ચોકીમાં PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા દારૂ પીય રહ્યા છે. આ મેસેજ મળતાની સાથે જ નારોલ પોલીસની એક ટીમ તપાસ માટે પહોંચી હતી.
આ દારૂ ક્યાંથી લાવ્યા તેને લઈ તપાસ હાથ ધરાશે
જેમાં પ્રાથમિક તપાસમાં PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. પોલીસે પહેલા મેડિકલ ટેસ્ટ કરાવીને કાયદેસર નીકાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ નારોલ પોલીસે PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરાની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા છે.
ટ્રાફિક વિભાગ દ્વારા પર નારોલ ટ્રાફિક બીટના PSI જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા સામે ખાતાકીય તપાસ કરી શકે છે ત્યારે આ દારૂ ક્યાંથી લાવ્યા તેને લઈ ને પણ નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.