Last Updated on by Sampurna Samachar
કર્મચારીઓ હવે પ્રોવિડન્ટ ફંડના નાણાં ઓનલાઇન પોતાના બેંક ખાતામાં કરી શકશે જમા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નિવૃત્ત થતાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડનું ખાતું પહેલી ઓક્ટોબરથી ૨૦૧૭થી કે તે પહેલાથી આધાર કાર્ડ સાથે લિન્ક થયેલું હશે તો તે ઓનલાઈન પ્રોસેસ કરીને તેના પ્રોવિડન્ટ ફંડના નાણાં તેની બેન્કના ખાતામાં જમા મેળવી શકશે. EPF ખાતાનું ઇ-કેવાયસી કરાવીને માલિકની દરમિયાનગીરીની વગર ફક્ત આધાર ઓટીપી વડે તેમનું ઇપીએફ ભંડોળ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકે છે.

નિવૃત્ત થતાં કર્મચારીઓ જૂની કંપનીના કે નવી કંપનીના માલિક પાસેથી તેને માટે મંજૂરી મેળવવાની જરૂર રહેશે નહિ. હા તેના આધારકાર્ડમાં અને કંપનીમાં રજિસ્ટર થયેલા નામ, જન્મતારીખ કે પછી જાતિ(સ્ત્રી કે પુરુષ)માં કોઈ ફેરફાર નહિ દેખાય તો તેમની ઓનલાઈન અરજીને પ્રોવિડન્ટ ફંડ કચેરી માન્ય કરી દેશે.
પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવાની અરજી કર્યા પછી સાત જ દિવસમાં તેને માટેની માન્યતા મળી જશે. આ વ્યવસ્થા અમલમાં આવતા નિવૃત્ત થતાં કર્મચારીઓ પોતાની જૂની કે નવી કંપનીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કે પછી કંપનીના માલિકોને વિનંતી કરતાં ફરવું પડશે નહિ. તેમની મંજૂરી લેવાની વ્યવસ્થા જ આ સાથે નીકળી જશે.
પ્રોવિડન્ટ ફંડ કચેરીએ ૧૫મી અને ૧૬ મી જાન્યુઆરીએ કરેલા બે પરિપત્રને કારણે આ શક્ય બન્યું છે. તેથી જ પ્રોવિડન્ટ ફંડના નાણાં છૂટા કરાવવા માટે કંપનીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને પ્રોસેસ કરાવીને કંપનીના માલિકની સહી મેળવવાની જફા કરવી પડશે નહિ. તેમ જ પ્રોવિડન્ટ ફંડના અધિકારીઓ પાસે આંટાફેરા કરવાની ફરજ પડશે નહિ.
આમ બે પરિપત્ર કરીને પ્રોવિડન્ટ ફંડના નાણાં મેળવી લેવાની સમગ્ર પ્રક્રિયાને આ સાથે જ સરળ બનાવી દેવામાં આવી છે. સંગઠને શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની સૂચનાથી ૧૫મી જાન્યુઆરીએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ કર્મચારી નોકરી બદલશે તો તેના પ્રોવિડન્ટ ફંડની રકમ એક કંપનીના ખાતામાંતી બીજી કંપનીના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર મેળવી શકશે. અત્યારે કર્મચારીઓ તેના જૂનેી કે નવી કંપનીમાંથી પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરી આપવાની અરજી મૂકવી પડે છે. આ અરજી કરે તે પછી એક સમાન યુએએન નંબર ધરાવતા ખાતાઓમાં ફંડને ટ્રાન્સફર કરવા માટે પહેલી ઓક્ટોબર ૨૦૧૭થી કર્મચારીઓના આધારકાર્ડને તેના યુએએન નંબર સાથે જાેડી દેવામાં આવ્યો હોય તો તે ફંડ સરળતાથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરાવી શકશે.
પહેલી ઓક્ટોબર ૨૦૧૭ પહેલા યુએએન નંબર મેળવનારા કર્મચારીઓએ તેમના યુએએન નંબર સાતે આધારકાર્ને લિન્ક ન કરાવ્યો હોય તો તેને આધારકાર્ડ સાથે લિન્ક કરાવવો પડશે. ત્યારબાદ જ તેઓ ઓનલાઈન ફંડ ટ્રાન્સફર માટે અરજી કરી શકશે. હા, આ વ્યવસ્થા હેઠળ કર્મચારીનું નામ, જન્મતારીખ અને પુરુષ છે કે સ્ત્રી છે તેની (જાતિ)ની વિગતોની ચકાસણી કરવામાં આવશે. કોઈ કર્મચારીના બે અલગ અલગ યુએએન નંબર પડયા હોય તો તેવા સંજોગોમાં બેમાંથી એક યુએએન નંબર પહેલી ઓક્ટોબર ૨૦૧૭પહેલા ફાળવવામાં આવેલો હોવો જરૂરી છે. હા, તે એક સરખા આધારકાર્ડ નંબર સાથે જાેડાયેલા હોવા જરૂરી છે. તેમ જ તેમાં જન્મતારીખ પણ એક સમાન અને તે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે તે વિગત પણ એક સરખી હોવી જરૂરી છે.
વિગતોમાં તફાવત હશે તો પછી નિયમિત પ્રક્રિયા કરવી પડશે.૧૬મી જાન્યુઆરીએ કરેલા બીજા પરિપત્રના માધ્યમથી જોઈન્ટ ડિક્લેરેશન માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે.તેમાં પ્રોવિડનટ ફંડ ધારકના યુએએન નંબરને ૧ ઓક્ટોબર ૨૦૧૭ પહેલા અને ૧ ઓક્ટોબર ૨૦૧૭ પછી આધારકાર્ડ સાથે લિન્ક કરવામાં આવ્યા છે કે કેમ તેને આધારે તેને અલગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તેમાં યુઆઈડીએઆઈ એ તેન નામ, જન્મતારીખને કે પછી આધારકાર્ડ નંબરને સમર્થન આપવું પડશે.
પ્રોવિડન્ટ ફંડના સભ્ય હોય પણ તેનો યુએએન આધાર સાથે લિન્ક ન થયો હોય તેવા કિસ્સામાં અથવા તો મૃત્યુ પામેલા કર્મચારીનો યુએએન નંબર હોય તો પ્રોવિડન્ટ ફંડની રકમ માટે ક્લેઈમ મૂકનારે રૂબરૂ પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં જવું પડશે. મૃતકની પ્રોવિડન્ટ ફંડની રકમ પર દાવો કરનારાઓએ કોઈ એક ઓથોરિટીએ એટેસ્ટ કરેલું જોઈન્ટ ડિક્લેરેશન રજૂ કરવં પડશે. પ્રોવિડન્ટ ફંડના ક્લેઈમન્ટે -દાવેદારે નિયમ ના પેરાનંબર ૭૦માં દર્શાવેલી ઇપીએફ સ્કીમ ૧૯૫૨માં કરવામાં આવેલી જોગવાઇ પ્રમાણે જોઈન્ટ ડિક્લેરેશન પર સહી કરેલી હોવી જરુરી છે. આ પ્રક્રિયા હેઠળ આધારકાર્ડના ડેટા સાથે મેચિંર ડેટા નહિ હોય તો પણ ચલાવી લેવામાં આવશે
પ્રોવિડન્ટ ફંડ માટેનો ક્લેઈમ મૂકતી વેળાએ ડિજિલોકરમાંથી કે અન્ય કોઈ રીતે પીડીએફ સ્વરૂપમાં અરજી અને તેને સમર્થન આપતા દસ્તાવેજો અપલોડ કરવા પડશે. ડિજિલોકરના માધ્યમથી અરજી અપલોડ કરવાની વ્યવસ્થા ટૂંક સમયમાં દાખલ કરી દેવામાં આવશે. ઓનલાઈન એરજી સાથે પીડીએફ કરેલા દસ્તાવેજાે રજૂ કરવા પડશે. ઍરજદોરર પાસેથી માગવામાં આવેલા દસ્તાવેજાેમાંથી કોઈપણ બે દસ્તાવેજાે રજૂ કરવા પડશે.