Last Updated on by Sampurna Samachar
પ્રદર્શનોમાં હિંસાનાં કારણે ૪ લોકોના થયા
પશ્ચિમ ઇરાનમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇરાનમાં હિંસક પ્રદર્શનો યથાવત્ છે. જનતાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આર્થિક સંકટના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે. આ તમામની વચ્ચે પશ્ચિમ ઇરાનમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ રહી છે. બે માનવાધિકાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, રિવોલ્યૂશનરી ગાર્ડસે પ્રદર્શનકારીઓ પર ફાયરીંગ કરી હતી. દેશભરમાં અનેક શહેરોમાં વિરોધ યથાવત્ છે.

નોર્વે સ્થિત માનવાધિકાર સંગઠન હેંગોએ કહ્યુ છે કે, પશ્ચિમી ઇરાનના ઇલામ પ્રાંતના માલેકશાહી વિસ્તારમાં રિવોલ્યૂશનરી ગાર્ડસે પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કરી હતી. તેમાં ઇરાનના અલ્પસંખ્યક સમુદાયના ૪ લોકોની મોત થઇ હતી. સંગઠને જણાવ્યુ હતુ કે, આ મામલે તપાસ ચાલુ છે કે, તેમાં વધુ બે લોકોના મોત થયા છે કે નહી. ફાયરિંગમાં ૧૨થી વધુ લોકોના મોત થયા છે. ૧૭૪ સ્થળોએ વિરોધ પ્રદર્શનો ચાલુ છે.
હિંસક પ્રદર્શનોની શરૂઆત પ્રખ્યાત વેપારીઓએ મોંઘવારીને કારણે પોતાની દુકાનો બંધ કરી
આ હિંસક પ્રદર્શનો ગયા અઠવાડિએ ત્યારે શરુ થયા આ હિંસક પ્રદર્શનો જ્યારે તેહરાનના પ્રખ્યાત વેપારીઓએ મોંઘવારીને કારણે પોતાની દુકાનો બંધ કરી હતી. અને આ પ્રદર્શનો દેશના અન્ય શહેરોમાં ફેલાયા હતા. આ વિરોધ ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ તેહરાનમાં શરુ થયા હતા. દુકાનદારોએ મોંઘવારી અને આર્થિક સંકટના કારણે દુકાનો બંધ કરી હતી. ઇરાનવાસીઓનો રોષ ત્યારે ભભૂક્યો હતો. જ્યારે ઇરાનની કરંસી રિયાલ નીચે પડીને રેકોર્ડના નીચલા સ્તરે પહોંચીને એક ડોલરના મુકાબલામાં ૧૪.૨ લાખ રિયાલ હતી.