Last Updated on by Sampurna Samachar
પ્રદર્શનકારીઓ દ્વારા આગ લગાવાઇ તો પોલીસ પર પથ્થરમારો
લોકો રાષ્ટ્રપતિ મૈક્રોંની નીતિઓથી નારાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળ બાદ હવે ફ્રાન્સના રસ્તાઓ પર લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતર્યા છે અને રાષ્ટ્રપતિ મૈંક્રો સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાજધાની પેરિસમાં આગકાંડ જોવા મળી રહ્યો છે અને લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યાં છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ લોકો ઇમૈનુઅલ મૈંક્રોન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે મૈક્રોં સરકારે લોકોના જીવનસ્તરને સુધારવા માટે કોઈ કામ કર્યું નથી અને તેનું નાણાકીય મેનેજમેન્ટ ખરાબ રહ્યું છે.
આ પ્રદર્શનની શરૂઆત સોશિયલ મીડિયા પર ‘Block Everything’ ના આહ્વાનથી થઈ અને લોકો હવે સંગઠિત થઈ વિરોધ-પ્રદર્શન કરવા ઉતરી આવ્યા છે. હજારોની સંખ્યામાં પોલીસકર્મીઓ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
લગભગ ૨૦૦ લોકોના ધરપકડની જાહેરાત
પ્રદર્શનકારી આખા દેશમાં વિરોધ કરી રહ્યાં છે અને તેણે ટ્રાફિક રોકી દીધો છે. કચરાપેટ્ટીઓને સળગાવવામાં આવી રહી છે અને અનેક જગ્યાએ પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓ દરેક ગતિવિધિને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે દેશભરમાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી પ્રદર્શનકારીઓને હટાવી શકે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. સરકારી એજન્સી એપી પ્રમાણે ફ્રાન્સના ગૃહમંત્રીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનના શરૂઆતી તબક્કામાં લગભગ ૨૦૦ લોકોના ધરપકડની જાહેરાત કરી છે.