Last Updated on by Sampurna Samachar
૧૦ વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ
રીક્ષા ચાલકો પર આ મોટું સંકટ હોવાથી પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્ય સરકારના પરિવહન વિભાગ દ્વારા ૧૦ વર્ષ કે તેથી જૂની ઓટોરિક્ષાઓ પર વધારેલા દંડને લઈનેચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ આ નિયમ ૧૫ વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષાઓ માટે અમલમાંહતો. જેને હવે ઘટાડીને ૧૦ દસ વર્ષનો કરાયો છે.

આ ઉપરાંત ગત ડિસેમ્બરથી અમલમાં આવેલા નિયમ મુજબ છેલ્લા ચાર વર્ષનો પ્રતિદિન રૂ.૫૦ મુજબ ચાર વર્ષના રૂ.૭૨ હજાર દંડ ભરવો રીક્ષા ચાલકો માટે પરિવારનું ભરણપોષણ કરવું અસહ્ય બની જતા દંડ પાછો ખેંચવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન સુપ્રત કરવામાંઆવ્યું હતું.
પ્રતિદિન રૂપિયા ૫૦નો દંડ ફટકારવાનું નક્કી કરાયું
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ૧૫ વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષાઓ પર દંડનીય કાર્યવાહી કરવાનો નિયમરાજ્યના પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે પરિવહન વિભાગ દ્વારા નવો નિયમ બનાવ્યો છે. જેમાં દસ વર્ષ કે તેથી જૂની અને રજીસ્ટર વિનાની ઓટો રીક્ષા પર પ્રતિદિન રૂપિયા ૫૦નો દંડ ફટકારવાનું નક્કી કરાયું છે.
આ ર્નિણય ગત ૨૦૨૫ના ડિસેમ્બરથી દંડ વસૂલવાનું શરૂ કરાયું છે. જેમાં ખાસ બાબત એ છેકે, આ દંડ છેલ્લા ચાર વર્ષ મુજબ પ્રતિવર્ષ રૂપિયા ૧૮ હજાર મુજબ ચાર વર્ષના રૂપિયા ૭૨ હજાર એક સાથેવસૂલવા નિયમ બનાવ્યો છે. પરિણામે રીક્ષા ચાલકોને તેમના પરિવારજનોનું ભરણ પોષણ કરવું અસહ્ય બન્યું છે. રીક્ષા ચાલકો પર આ મોટું સંકટ હોવાથી પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.
આ અંગે ઓટો રીક્ષા ચાલક યુનિયનના પ્રમુખ સહિત અન્ય રીક્ષા ચાલકો સાથે મળીને કલેકટર કચેરીએઆવેદનપત્ર સુપ્રત કરીને આ નિયમ નવો નિયમ તાત્કાલિક ધોરણે પરત ખેંચવા માંગણી કરી છે અન્યથા સમગ્રરાજ્યમાં રીક્ષા ચાલકો સામેના આ નવા નિયમ અંગે રાજ્યભરમાં રીક્ષા ચાલકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકીપણ ઉચ્ચારવામાં આવી હતી. હવે સરકાર દ્વારા આ નવા નિયમ સંદર્ભે કેવો ર્નિણય લેવાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના પરિવહન વિભાગ દ્વારા અગાઉના ૧૫ વર્ષ જૂની રીક્ષા અંગે લેવાતા દંડ બાબતમાંફેરફાર કરીને હવે નવો નિયમ ૧૦ વર્ષ કે તેથી વધુ જુની રીક્ષાઓ અંગે પ્રતિદિન રૂપિયા ૫૦ અને છેલ્લા ચારવર્ષનો રૂપિયા ૭૨ હજાર દંડ વસૂલવાનું નક્કી કર્યું હોવાના કારણે રીક્ષા ચાલકોના સેકડો પરિવારો આર્થિકસંકટમાં મુકાયા છે. ચાલકો સરકારે પાછળથી લાગુ કરાયેલા દંડને રદ કરવાની માંગ સાથે ચેતવણી આપી છે કેયોગ્ય ર્નિણય નહીં લેવાય તો ઉગ્ર વિરોધ થશે.