Last Updated on by Sampurna Samachar
મસ્કે વાંધાનજક કન્ટેન્ટ સામે કરી કાર્યવાહી
X એ ૬૦૦ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે હવે આ સામગ્રી અંગે પોતાની ભૂલ સ્વીકારી છે અને ભારતીય સરકારી કાયદાઓનું પાલન કરવાનું વચન આપ્યું છે. મોદી સરકારે X ના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીની નોંધ લીધી હતી, જેના પગલે X એ બધા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી અને તેમને બ્લોક કર્યા હતા.

અહેવાલ મુજબ, X એ ૬૦૦ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા હતા અને લગભગ ૩,૫૦૦ પોસ્ટ્સ બ્લોક કરી હતી. X હવે તેના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીને મંજૂરી આપશે નહીં અને સરકારી માર્ગદર્શિકા હેઠળ કાર્ય કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે X ના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીને ફ્લેગ કર્યાના એક અઠવાડિયા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારના કડક સૂચન બાદ મસ્કે કાર્યવાહી કરી
નોંધનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી X પ્લેટફોર્મ પર ફરતી પોર્નોગ્રાફિક સામગ્રી અંગે વિવાદ ચાલી રહ્યો છે. ઘણા એકાઉન્ટ્સ Grko AI નો ઉપયોગ કરીને પોર્નોગ્રાફિક સામગ્રી જનરેટ કરી રહ્યા છે, જેની ઘણા લોકો દ્વારા ટીકા કરવામાં આવી છે.
Grko એ એલોન મસ્કની કંપની, XAI દ્વારા વિકસાવવામાં આવેલ એક કૃત્રિમ બુદ્ધિ ચેટબોટ છે. યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અલગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરી શકે છે.
તાજેતરમાં, Grko દ્વારા જનરેટ કરાયેલી પોર્નોગ્રાફિક તસવીરો અને તેની એડિટિંગ સુવિધા સમાચારમાં છે. લોકો AI નો ઉપયોગ કરીને મહિલાઓ અને સગીરોના ફોટાનો ઉપયોગ કરીને પોર્નોગ્રાફિક સામગ્રી જનરેટ કરવા માટે તેનો દુરુપયોગ કરી રહ્યા હતા. મોદી સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને X ને સૂચનાઓ જાહેર કરી. સરકારના આ કડક સૂચનો પછી જ એલોન મસ્કે કાર્યવાહી કરી.