Last Updated on by Sampurna Samachar
ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પ્રતિક્રિયા
હવે આ વિવાદનો અંત આવી ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રણજી ટ્રોફી ૨૦૨૫ – ૨૬ ની શરૂઆત પહેલા મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. મહારાષ્ટ્રના ઓપનર પૃથ્વી શૉનો તેની જુની મુંબઈ ટીમના ખેલાડી મુશીર ખાન સાથે મેદાન પર ઝઘડ્યો હતો. જોકે, હવે આ વિવાદનો અંત આવી ગયો છે.
રિપોર્ટ પ્રમાણે પૃથ્વી શો મુશીર સાથે મળ્યા અને માફી માંગી. ત્યારે ત્રીજા દિવસે મહારાષ્ટ્રની ઈનિંગ ચાલી રહી હતી, તો વિકેટ પડ્યા પછી પૃથ્વી શૉ ખુદ મુશીરની પાસે ગયો હતો. પૃથ્વીએ મુશીરને ગળે લગાવીને કહ્યું તુ મારો નાના ભાઈ જેવો છે.
મુશીરની માફી માંગીને સકારાત્મક સંદેશ આપ્યો
આ વિવાદ ત્યારે થયો, જ્યારે પૃથ્વી શૉ ૧૮૧ રનોની શાનદાર ઈનિંગ રમ્યા બાદ મુશીર ખાન દ્વારા આઉટ થયો હતો. ઇરફાન ઉમૈરે તેને કેચ આઉટ કર્યો હતો. મહારાષ્ટ્રની ઇનિંગ દરમિયાન વિકેટ પડ્યા પછી પૃથ્વી શો વ્યક્તિગત રીતે મુશીર પાસે ગયો. પૃથ્વીએ મુશીરને ગળે લગાવ્યો અને કહ્યું કે તે નાના ભાઈ જેવો છે.
વિકેટ લીધા પછી, મુશીરે તેનો આભાર માન્યો, જેથી પૃથ્વી ગુસ્સે થયો. વીડિયો ફૂટેજમાં શોએ તેનું બેટ ઊંચું કરીને મુશીર તરફ આગળ વધતો જોવા મળ્યો હતો. ત્યારબાદ અમ્પાયરે પરિસ્થિતિ શાંત કરવા માટે દરમિયાનગીરી કરી.
રિપોર્ટ પ્રમાણે, મુંબઈના ખેલાડીઓની સતત સ્લેજિંગથી પૃથ્વી શૉ નારાજ હતો. તેથી ગુસ્સામાં આવી તેણે બેટ ઉંચુ કરીને મુશીરનો કોલર પકડવાની કોશિષ કરી હતી. પૃથ્વી શો આ સિઝનમાં મહારાષ્ટ્ર માટે રમી રહ્યો છે. તેણે તે મેચમાં અર્શીન કુલકર્ણી સાથે ૩૦૫ રનની મોટી ભાગીદારી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પૃથ્વી શૉ તેની રમત કરતાં તેના અનુશાસનહીન વ્યવહાર માટે વધુ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. જોકે, મુશીરની માફી માંગીને તેણે એક સકારાત્મક સંદેશ આપ્યો છે, કે તે ક્રિકેટ પર ફરી ફોકસ કરવા માંગે છે.