વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રચ્યો ઈતિહાસ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સરકાર ચલાવનાર નેતા બન્યા

૨૦૧૪મા બન્યા દેશના પ્રધાનમંત્રી, જીતી સતત ત્રણ લોકસભા ચૂંટણી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નામે એક નવો રેકોર્ડ કરી લીધો છે. તેઓ ભારતમાં સૌથી લાંબા સમય સુધી કામ કરનાર ચૂંટાયેલી સરકારના પ્રમુખ બની ગયા છે. તેમણે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બંને પદો પર મળી કુલ ૮૯૩૧ દિવસ પૂરા કરી લીધા છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પાછળ છોડી દીધા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૧મા ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં કામકાજ શરૂ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૪થી તેઓ દેશના પ્રધાનમંત્રી છે. આ દરમિયાન તેમણે ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪મા સતત ત્રણ ચૂંટણી જીતી સરકાર બનાવી છે. મોદી હવે ભારતમાં સૌથી લાંબા સમય સુધી સતત સત્તામાં રહેનાર ચૂંટાયેલા નેતા બની ગયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ રહ્યા

નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓ આ પદ પર ૨૧ મે ૨૦૧૪ સુધી રહ્યા, એટલે કે ૧૩ વર્ષથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ તેમણે ૨૬ મે ૨૦૧૪ના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી તેમણે ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪મા સતત ત્રણ લોકસભા ચૂંટણીના માધ્યમથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું છે.

મોદી ગુજરાતમાં સૌથી વધુ લાંબો સમય સુધી સેવા કરનાર મુખ્યમંત્રી છે અને તેવા પ્રધાનમંત્રી છે જેમની પાસે કોઈ રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં સૌથી વધુ પૂર્વ અનુભવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ રેકોર્ડ પર તેમને શુભેચ્છા મળી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તેમને શુભેચ્છા આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર લખ્યું કે સેવા, મહેનત અને સમર્પણની મિસાલ રજૂ કરતા નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર સરકારના પ્રમુખ બની ગયા છે.

તેમણે કુલ ૮૯૩૧ દિવસ પુરા કરી પવન કુમાર ચામલિંગના રેકોર્ડને તોડ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની તેમની આ સફર દેશહિત, પારદર્શિતા અને સતત જનસેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેને એક દુર્લભ અને ભરોસો પર ટકેલા વારસાના રૂપમાં જોવામાં આવી રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પીએમ મોદીને શુભેચ્છા આપતા લખ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષોની મહેનત અને સેવાએ દેશમાં સતત ફેરફાર લાવ્યા છે.

ગરીબો માયે જોનાઓ, વિકાસના નવા કામ અને દુનિયામાં ભારતની ઓળખને મજબૂત કરવા જેવા પગલાથી તેમણે દેશને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. કહેવામાં આવે છે કે તેમણે ૨૪ વર્ષથી વધુ સમય સુધી રજા વગર સતત કામ કર્યું, જે તેમની મહેનત અને સમર્પણને દર્શાવે છે. આગળ કહ્યું કે આ કારણે લોકોનો તેમના પર ભરોસો અને સમર્થન સતત વધતું ગયું છે, જેના કારણે તેઓ ત્રણ વાર ગુજરાતના મુખ્યમંત્રી અને ત્રણવાર દેશના પ્રધાનમંત્રી બન્યા. તેમની સતત મહેનત અને લોકોના વિશ્વાસનું આ પરિણામ છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.