Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રીએ પૂલ તૂટવાનુ કારણ જણાવ્યું
મૃતકના પરિવારને ૨ લાખ ને ઘાયલોને ૫૦,૦૦૦ ની સહાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાની ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું. આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. PM મોદીએ મૃતકોના પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને પણ આર્થિક મદદ મળશે. પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

વડાપ્રધાન મોદીએ એક પોસ્ટ દ્વારા કહ્યું કે, “ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.”
૫ વાહનો નદીમાં ખાબક્યા
હકીકતમાં, વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર બનેલો પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે ૧૦ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પુલ તૂટી પડવાને કારણે ૫ વાહનો પણ નીચે પડી ગયા હતા. એક ટ્રક પુલ પર માંડ માંડ ફસાયેલી જોવા મળી હતી.
મળતી માહિતી અનુસાર, આ પુલ ૧૯૮૫ માં બનાવવામાં આવ્યો હતો. ત્યારે પૂલ દુર્ઘટનાને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કરતાં એક્સ પોસ્ટ દ્વારા પુલ તૂટી પડવાનું કારણ પણ જણાવ્યું. મુખ્યમંત્રીએ લખ્યું, “આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા પુલના ૨૩ ગર્ડરમાંથી એકના તૂટવાથી થયેલ અકસ્માત દુ:ખદ છે. હું આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”