Last Updated on by Sampurna Samachar
ટુર્નામેન્ટમાં શાનદાર વારસીની પ્રશંસા કરી
સમારંભ દરમિયાન ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી છે. આ સમારંભ દરમિયાન ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે નવી મુંબઈમાં દક્ષિણ આફ્રિકાને ૫૨ રને હરાવીને ICC મહિલા વનડે વર્લ્ડ કપ ૨૦૨૫ જીત્યો હતો.

ભારતીય મહિલા ટીમ માટે આ પહેલી ICC ટ્રોફી છે. ટ્રોફી જીત્યા બાદ હરમન બ્રિગેડ દિલ્હી આવી હતી. ટીમ ૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી હતી. ભારતીય ટીમ તેમના સત્તાવાર ઔપચારિક ડ્રેસમાં વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી હતી.
દીપ્તિએ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો
ભારતીય ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સ્પેશિયલ ભેટ આપી છે. ટીમે સિગ્નેચર કરેલી જર્સી ભેટ તરીકે આપી છે. વડાપ્રધાને ટીમને વિજય બદલ અભિનંદન આપ્યા અને સતત ત્રણ હાર અને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કર્યા પછી ટુર્નામેન્ટમાં શાનદાર વારસીની પ્રશંસા કરી.
કેપ્ટન હરમનપ્રીતે ૨૦૧૭માં પ્રધાનમંત્રી સાથેની મુલાકાતને યાદ કરી. જ્યારે હરમનપ્રીત ટ્રોફી વિના તેમને મળી હતી. ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. મુલાકાત દરમિયાન હરમનપ્રીતે વડાપ્રધાનને પૂછ્યું કે, તેઓ હંમેશા વર્તમાનમાં કેવી રીતે જીવે છે. જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, આ તેમના જીવનનો એક ભાગ અને આદત બની ગઈ છે.
વડાપ્રધાનએ ૨૦૨૧માં ઇંગ્લેન્ડ સામે હરલીન દેઓલના પ્રખ્યાત કેચને પણ યાદ કર્યો, જેના વિશે તેમણે તે સમયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. વડાપ્રધાને એ પણ ઉલ્લેખ કર્યો કે, કેવી રીતે હરમનપ્રીતે ફાઇનલ મેચ પછી બોલ ખિસ્સામાં રાખી મુક્યો. કેપ્ટને કહ્યું કે, તે ભાગ્યશાળી હતો કે બોલ તેની પાસે આવ્યો અને તેમણે તેને પોતાની પાસે રાખી લીધો. વડાપ્રધાન મોદીએ અમનજોત કૌરના પ્રખ્યાત કેચની પણ ચર્ચા કરી, જે તેણીએ ઘણી વખત ફમ્બલિંગ કર્યા પછી કેચ કર્યો હતો. અમનજોતે કહ્યું કે, આ એક એવું ફમ્બલિંગ છે, જેને જોવાનું તેમને ખૂબ જ પસંદ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેચ કરતી વખતે તમે બોલ જોઈ શકો છો, પરંતુ કેચ પછી તમે ટ્રોફી દેખાઈ રહી હશે.
ક્રાંતિ ગૌરે જણાવ્યું કે, તેમનો ભાઈ પ્રધાનમંત્રીનો મોટો ફેન્સ છે, જ્યારબાદ વડાપ્રધાને તરત જ તેમને મળવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું. વડાપ્રધાને તેમને ફિટ ઈન્ડિયાનો સંદેશ આગળ વધારવા વિનંતી કરી, ખાસ કરીને દેશભરની યુવતીઓ માટે. તેમણે મોટાપાની વધતી જતી સમસ્યા પર ચર્ચા કરી અને ફિટ રહેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
તેમણે તેમને તેમની શાળાઓની મુલાકાત લેવા અને ત્યાંના યુવાનોને પ્રેરણા આપવા પણ વિનંતી કરી. ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમને પ્રેરણા આપી છે અને તેઓ દરેક માટે પ્રેરણા છે. તેમણે એ પણ વાત કરી કે આજે યુવતીઓ બધા ક્ષેત્રોમાં કેવી રીતે સારું પ્રદર્શન કરી રહી છે.
ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ કહ્યું કે, તે વડાપ્રધાન સાથે મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહી હતી. તેણીએ ૨૦૧૭માં થયેલી તેમની મુલાકાતને યાદ કરી, જ્યારે વડાપ્રધાને તેણીને કહ્યું હતું કે, સખત મહેનત કરતા રહો અને ત્યારે જ તેણી પોતાના સપનાઓ પૂર્ણ કરી શકશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દીપ્તિ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર “જય શ્રી રામ” લખ્યું છે અને તેના હાથ પર ભગવાન હનુમાનનું ટેટૂ છે. ઓલરાઉન્ડરે કહ્યું કે, આનાથી તેણીને શક્તિ મળે છે. દીપ્તિએ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો છે, તેમણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૨ વિકેટો લીધી અને ૨૧૫ રન બનાવ્યા છે.