Last Updated on by Sampurna Samachar
કવિંદર ગુપ્તા લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત
હરિયાણાને થશે ફાયદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. આ ઉપરાંત, લદ્દાખમાં નવા લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રો. આશિમ કુમાર ઘોષને હરિયાણા અને પુષ્પાપતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે કવિંદર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વરિષ્ઠ શૈક્ષણિક ભૂમિકા ભજવતા આશિમ કુમાર ઘોષને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા હરિયાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પાસે ઉચ્ચ શિક્ષણમાં ઘણો વહીવટી અનુભવ છે, જેનો હવે હરિયાણાને ફાયદો થશે. તેઓ ટૂંક સમયમાં રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.
25 થી વધુ સમય સુધી આંધ્રપ્રદેશ સરકારમાં રહ્યા
TDP ના વરિષ્ઠ નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નજીકના પશુપતિ અશોક ગજપતિ રાજુને ગોવાના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ભારત સરકારમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ સંભાળ્યું છે. દાયકાઓ સુધી ચાલેલી રાજકીય કારકિર્દીમાં, તેમણે આંધ્રપ્રદેશ અને કેન્દ્ર બંનેમાં ઘણા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે.
૧૪ જુલાઈ ૨૦૨૫ ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પચીસ વર્ષથી વધુ સમયથી આંધ્ર પ્રદેશ રાજ્ય વિધાનસભાના સભ્ય અને 13 વર્ષથી આંધ્ર પ્રદેશ સરકારમાં મંત્રી રહ્યા છે, જ્યાં તેમણે વાણિજ્યિક કર, આબકારી, કાયદાકીય બાબતો, નાણાં, આયોજન અને મહેસૂલ જેવા વિભાગો સંભાળ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના વરિષ્ઠ નેતા કવિંદર ગુપ્તાને લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. કવિંદર ગુપ્તા અગાઉ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી અને ભાજપ ગઠબંધન સરકાર રચાઈ ત્યારે કવિંદર ગુપ્તાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.