મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભના સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે. જ્યારે ૬૦ જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે. આ વાતની જાણકારી મેળા પ્રશાસન તરફથી આપવામાં આવી છે. રાતે લગભગ ૨ વાગ્યે મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી. તેની ચપેટમાં કેટલાય શ્રદ્ધાળુઓ આવી ગયા હતા.
મહાકુંભમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા પરિવારોને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૨૫-૨૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ વળતર મૃતકોના પરિવારને આપવામાં આવશે.
મહાકુંભના મેળામાં થયેલી ભાગદોડમાં ૩૦ લોકોના મોત થઈ ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. તેમણે આ દુર્ઘટનાની જવાબદારી લેવા અને મૃતકોના પરિવારને આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
મહાકુંભમાં થયેલી ભાગદોડ મામલે DIG વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે મહાકુંભમાં રાતના ૧-૨ વાગ્યાની વચ્ચે ભાગદોડ થઈ હતી. જેમાં ૩૦ લોકોના મોત થઈ ગયા હતા. તેમાંથી ૨૫ લોકોની ઓળખ થઈ ચૂકી છે. જેમાંથી ૪ કર્ણાટક અને ૧ ગુજરાતના હતા. બાકીના ૫ની ઓળખ થઈ રહી છે. તેમણે કહ્યું કે, કોઈ VIP પ્રોટોકોલ નહોતો અને ઘાયલો માટે હેલ્પલાઈન નંબર ૧૯૨૦ જાહેર કરવામાં આવ્યો છે.