Last Updated on by Sampurna Samachar
ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી ૨૫ કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે
પાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને ૪૩.૫ ટકા થઇ ગયો છે : શહબાઝ શરીફ સરકાર જ કંગાળ બની ગઈ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં ગરીબી દિવસે દિવસે વધતી જાય છે. કરોડો લોકો ગરીબી અને ભૂખમરાનો શિકાર બન્યા છે. બીજી તરફ અનેક દેશો અને આઈએમએફનાં દેવામાં ડૂબેલી શહબાઝ સરકાર કંગાળ બની ગઈ છે. દેસમાંગરીબીનો દર ૪૩.૪% પહોંચી ગયો છે. તેમ એસ.પી.ડી.સી.નો અહેવાલ જણાવે છે. તે અહેવાલ પ્રમાણેપાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને ૪૩.૫ ટકા થઇ ગયો છે.

જે પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારાઅનુમાનિત ૨૮.૯ ટકા ગરીબી દરના પ્રમાણમાં ૧૪.૬ ટકા વધુ છે. ગરીબોની સંખ્યા શહેરોમાં વધુ છે. તેનો દર૩૨.૧ ટકાથી વધી ૪૨.૧ ટકા થયો છે. એટલે કે તેમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાંગરીબી ૩૯.૩ ટકાથી વધી ૪૪.૩ ટકા થઇ છે. એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબનો દર માત્ર પાંચ ટકા જવધ્યો છે.
ખાદ્યાન્ન મળી રહે તે માટે બહુ મોટા સુધારા કરવા પડશે
૨૦૧૮–૧૯માં રાષ્ટ્રીય ગરીબીન દર ૩૬.૬ ટકા હતો. જે ૨૦૨૪–૨૫માં વધીને ૪૩.૫ ટકા થયો છે. એટલેકે આશરે ૨૫ કરોડ લોકો ગરીબ છે. આ આંકડા પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે તૈયાર કર્યા છે. જેમૂળભૂત જરૂરિયાતોનાં મૂલ્યના અંકો ઉપરથી તૈયાર કરાય છે. તેના સૂચકાંકના આધારે ગરીબીનો દર નક્કીથાય છે. તેમાં આરોગ્ય સેવામાં અને પ્રાપ્ય સ્વચ્છ પેય જલ સુધીની બાબતો આવરી લેવાય છે.
તે ઉપરાંતવ્યક્તિ દીઠ જરૂરી તેટલી ઓછામાં ઓછી કેલરીની જરૂરિયાતો મુખ્યનાં ગણતરીમાં લેવાય છે તે રીપોર્ટમાંઆરોગ્ય સુવિધાઓ અને પીવાનાં પાણી પૂરૂં પાડવા પ્રત્યેની બેદરકારી માટે ઉગ્ર ટીકા કરવામાં આવી છે અને ઘરેલું ખર્ચાઓ અનિવાર્ય ખર્ચાઓ પ્રત્યે દુર્લભ્ય સેવાયું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
હોમ ઇન્ટીગ્રેટેડઇકોનોમિક સર્વેના આંકડાઓના આધારે જાણવા મળ્યું છે કે એકતરફ ખૂબ ઊંચી આવકવાળો વર્ગ છે. તોબીજી તરફ કરોડો લોકો ભૂખે મરે છે. પાકિસ્તાનમાં આવકની અસમાનતા અસહ્ય સ્તરે પહોંચી છે. ગરીબમાં ગરીબ માણસને પણ અનિવાર્ય તેવી આરોગ્ય સેવા અને પૂરતું ખાદ્યાન્ન મળી રહે તે માટે બહુ મોટા સુધારા કરવા પડશે. તેમ પણ તે આંકડા પરથી જાણવા મળે છે.