ભાજપ નેતા રમેશ બિધુડીના નિવેદનથી વિરોધ છતાં તે પોતાના નિવેદન પર અડગ જોવા મળ્યા
કાલકાજી બેઠક પર CM આતિશી સામે ભાજપ નેતા રમેશ બિધુડી મેદાનમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
રમેશ બિધુડીએ કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વિશે ખૂબ જ શરમજનક નિવેદન આપ્યું હતું. પરંતુ વિરોધ છતાં તે પોતાના નિવેદન પર અડગ હોય તેમ લાગી રહ્યું છે. રમેશ બિધુડીએ કહ્યું કે જો કોંગ્રેસને મારા નિવેદન પર કોઈ વાંધો હોય તો પહેલા તેણે લાલુ યાદવને હેમા માલિનીની માફી માંગવા કહે.
રમેશ બિધુડીએ કહ્યું, “મેં કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. જો કોંગ્રેસને નિવેદન સામે કોઈ વાંધો હોય તો પહેલા લાલુ યાદવને હેમા માલિનીની માફી માંગવા માટે કહો કારણ કે તેમણે પણ આવું નિવેદન આપ્યું હતું.” કાલકાજીના લોકોને સંબોધતા રમેશ બિધુરીએ કહ્યું હતું કે જે રીતે સંગમ વિહાર અને ઓખલાના રસ્તાઓ બનાવાયા હતા તેવી જ રીતે અહીંના રસ્તાઓ પણ પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવામાં આવશે.
આ પહેલીવાર નથી જ્યારે રમેશ બિધુડીએ વિવાદિત નિવેદન આપ્યું હોય. ૨૦૨૩માં તેમણે લોકસભામાં તત્કાલિન સાંસદ દિનેશ અલી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા તેણે ૨૦૨૩માં મુસ્લિમો વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી અને ૨૦૧૭માં યુપીમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
રમેશ બિધુરીના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. દાનિશ અલીને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને વિપક્ષે ભાજપને ઘેર્યું હતું. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બે વખતના સાંસદ રમેશ બિધુરીને ટિકિટ આપી ન હતી. એવું માનવામાં આવતું હતું કે તેમના નિવેદનોને કારણે ભાજપે તેમને ટિકિટ આપી ન હતી, પરંતુ ૪ જાન્યુઆરીએ જ્યારે ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી ત્યારે તેમને કાલકાજીથી ઉમેદવાર બનાવ્યા અને તેઓ આતિશી CM સામે મેદાનમાં છે. જો કે તેમના નિવેદનને કારણે ભાજપ માટે અસ્વસ્થતાની સ્થિતિ સર્જાઈ છે.
આ સાથે જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ બિધુડી પર નિશાન સાધતા કહ્યું કે, આ બીજેપીના ઉમેદવાર છે, તેમની ભાષા સાંભળો… આ બીજેપીનું મહિલા સન્માન છે. શું આવા નેતાઓના હાથમાં દિલ્હીની મહિલાઓનું સન્માન સુરક્ષિત છે?