Last Updated on by Sampurna Samachar
ચૂંટણીમાં RJD ને આવી દુર્દશાનો સામનો કરવો પડશે
EVM માં આશરે ૨૫,૦૦૦ મત પહેલાથી જ હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ૨૦૨૫ની ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્રીય જનતા દળ પટણામાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. જોકે, બેઠક બાદ RJD ના વરિષ્ઠ નેતાઓના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગેના નિવેદનોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે EVM ને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યુંહ તું કે, ‘અમને અપેક્ષા નહોતી કે ચૂંટણીમાં RJD ને આવી દુર્દશાનો સામનો કરવો પડશે.
મહાગઠબંધનના સૂંપડા સાફ થઇ ગયા
EVM માં આશરે ૨૫,૦૦૦ મત પહેલાથી જ હતા. છતાં અમારા ૨૫ ધારાસભવોનો વિજય અમારા માટે સૌભાગ્યની વાત છે.‘ તેમના નિવેદનથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે.
જગદાનંદ સિંહે લોકશાહી પ્રક્રિયામાં કથિત છેડછાડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવે તો દેશ કઈ દિશામાં જશે? શાસક પક્ષે પરિસ્થિતિ બદલવા માટે ખાસ પગલાં લીધા છે. શું લોકશાહી એક એવો વ્યવસાય છે જ્યાં છેતરપિંડી ચાલુ રહી શકે છે? EVM સાથે છેડછાડ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.‘
બેઠકમાં હાજર રહેલા મનેરના RJD ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ પણ ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘અમે બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી જીતીએ છીએ, પરંતુ ઈફસ્નો ઉપયોગ કરીને ચૂંટણી હારી જઈએ છીએ.
EVM સાથે છેડછાડ કરવામાં આવી છે, અને આપણે તેની સામે લડવું જાેઈએ.‘ તેમણે આ મુદ્દે વધુ આંદોલનની જરૂરિયાત દર્શાવી હતી.આરજેડી નેતાઓના આ આક્ષેપોથી ફરી એકવાર ઈફસ્ની વિશ્વસનીયતા પર રાજકીય ચર્ચા શરૂ થઈ છે. જોકે, ચૂંટણી પંચે ભૂતકાળમાં વારંવાર સ્પષ્ટતા કરી છે કે EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈપણ પ્રકારની હેરાફેરી અશક્ય છે.
બિહારમાં NDA ૨૦૨ બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. ભાજપ ૮૯ બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. આ ઉપરાંત, નીતિશ કુમારની પાર્ટી JDU ને ૮૫ બેઠક, ચિરાગ પાસવાનની પાર્ટી LJPR ને ૧૯ બેઠક, જીતન રામ માંજીની પાર્ટી HAM ને ૫ બેઠક અને RLM ને ૪ બેઠક પર જીત મળી છે.
બીજી બાજુ, મહાગઠબંધનના સૂંપડા સાફ થઇ ગયા છે. મહાગઠબંધન ફક્ત ૩૫ બેઠકો પર સમેટાઈ ગયું. મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની પાર્ટી RJD એ સૌથી વધુ ૨૫ બેઠક પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે ૬ બેઠક પર અને અન્ય સહયોગી પક્ષોએ ૪ બેઠક પર જીત મેળવી છે.