Last Updated on by Sampurna Samachar
Contents
ભાજપના મહામંત્રી પર હુમલો કરનાર આરોપી હીરા નવાપરા ઝડપાયો
ધારાસભ્ય અને અન્ય નેતાઓની હાજરીમાં જ બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લાના દામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન થયેલા લોહિયાળ હુમલાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ધારાસભ્યની હાજરીમાં ભાજપના જ મહામંત્રી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી હીરા નવાપરાને પોલીસે દબોચી લીધો છે. મળતી માહિતી અનુસાર હીરા નવાપરા પણ ભાજપ નેતા છે.

દામનગર ખાતે ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે બ્રીજના ખાતમુહૂર્તનો પ્રસંગ ચાલી રહ્યો હતો. આ જાહેર કાર્યક્રમ દરમિયાન જ ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર હીરા નવાપરાએ ઘાતક હથિયાર વડે અચાનક હુમલો કરી દીધો હતો.
હુમલાખોર આરોપી હીરા નવાપરાને પોલીસના સંકજામાં
ધારાસભ્ય અને અન્ય નેતાઓની હાજરીમાં જ બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.હુમલાની ગંભીરતાને જોતા અમરેલી પોલીસ તુરંત હરકતમાં આવી હતી. અમરેલી ચિરાગ દેસાઈએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, હુમલાખોર આરોપી હીરા નવાપરાને પોલીસના સંકજામાં લઈ લેવામાં આવ્યો છે.
હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ શું હતું અને કોઈ જૂની અદાવત જવાબદાર છે કે કેમ ?