Last Updated on by Sampurna Samachar
જુનાગઢના માંગરોળમાં શંકાસ્પદ અનાજ ઝડપાયું
આ અનાજ ક્યાંથી આવ્યું અને તેને કેશોદ તરફ કયા હેતુથી લઈ જવામાં આવતું હતું તે અંગે પોલીસ ઊંડીતપાસ કરી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતા રેશનિંગના અનાજની કાળાબજારી કરનારા તત્વો સામેજૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. માંગરોળ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને બે પિકઅપવાનમાંથી શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, માંગરોળ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગરીબોના હકનું સરકારી અનાજગેરકાયદેસર રીતે સગેવગે કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે માંગરોળથી કેશોદ તરફજતી બે શંકાસ્પદ પિકઅપ વાનને અટકાવી હતી. વાહનોની તલાસી લેતા તેમાંથી મોટી સંખ્યામાં ઘઉં અનેચોખાના કોથળા મળી આવ્યા હતા.
કૌભાંડના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા
પોલીસે બંને વાહનોમાંથી કુલ ૮,૭૯૦ કિલો અનાજ (ઘઉં અને ચોખા) નો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિકદ્રષ્ટિએ આ જથ્થો સરકારી રેશનિંગનો હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. આ અનાજ ક્યાંથી આવ્યું અને તેનેકેશોદ તરફ કયા હેતુથી લઈ જવામાં આવતું હતું તે અંગે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
માંગરોળ પોલીસે અનાજનો જથ્થો અને વાહનો કબજે કરી આગળની કાર્યવાહી માટે પુરવઠા વિભાગને જાણકરી છે. આ જથ્થો સરકારી હોવાનું સાબિત થશે, તો જવાબદાર રેશનિંગ દુકાનદારો કે વચેટિયાઓ વિરુદ્ધ કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે. હાલમાં પોલીસે બંને વાહનોના ચાલકોની પૂછપરછ શરૂ કરી છે અનેઆ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.