Last Updated on by Sampurna Samachar
ગુજરાતના DGP વિકાસ સહાયે દાહોદ જિલ્લા પોલીસની પ્રશંસા કરી
ટેક્નોલોજીની મદદથી ગુનેગારને ઝડપી લેવામાં સફળતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ, તા.૨
ગુજરાત પોલીસને ડ્રોનની મદદથી મંદિરોમાં ચોરીમાં સંડોવાયેલી ગેંગના લીડરની ધરપકડ કર્યા બાદ હવે ડમ્પર લૂંટારૂને પકડવામાં સફળતા મળી છે. ડમ્પર લૂંટીને ભાગી ગયેલો ગેંગ લીડર બચવા માટે મકાઈના ખેતરમાં ગયો હતો, પરંતુ પોલીસ ડ્રોન દ્વારા તેને જોવામાં આવ્યો હતો. ગુજરાતના DGP વિકાસ સહાયે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવા બદલ દાહોદ જિલ્લા પોલીસની પ્રશંસા કરી છે. તેણે X પર આ રસપ્રદ વીડિયો પણ શેર કર્યો છે.

ગુજરાતના DGP વિકાસ સહાયે લખ્યું કે ખુબ સુંદર કામ. છત્તીસગઢના મુંગેલીથી ચોરી કરવામાં આવેલું એક ડમ્પર જપ્ત કરવામાં આવ્યું. જેને શંકાસ્પદ લોકો છોડીને ભાગી ગયા હતા. ટીમે આખી રાત શોધખોળ કરી અને સવારે ડ્રોન (DROWN) નો ઉપયોગ કર્યો, જેનાથી સફળતાપૂર્વક તેને ઝડપી લેવામાં આવ્યા છે. ટેક્નોલોજી એક્શનમાં છે. DGP એ ડ્રોનની મદદથી આરોપીને પકડવા પર દાહોદ પોલીસે શુભેચ્છા આપી છે. ગુજરાત પોલીસે પાછલા વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિઝન અનુસાર પોલીસિંગને હાઈટેક બનાવવાનો ર્નિણય કર્યો છે.
આરોપીઓ ખેતરમાં છુપાયા પણ પોલીસની નજરથી ન બચ્યા
દાહોદ જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ સાથે લાગે છે. દાહોદ જિલ્લા પોલીસે ડ્રોનની મદદથી પ્રથમ ધરપકડ આ વર્ષે જાન્યુઆરીના મહિનામાં કરી હતી. આ વીડિયો ખુબ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે ખેતરોમાં દોડતા-દોડતા પોલીસે આરોપીને ઝડપ્યો હતો, પરંતુ આ વખતે આરોપીઓ ખેતરમાં છુપાયા હતા તેમ છતાં પોલીસની નજરથી બચી શક્યા નહીં.