Last Updated on by Sampurna Samachar
Contents
સોલડી ટોલ ટેક્સ પાસેથી ૪૫ વર્ષીય મહિલાની છરીના ઘા મારી હત્યા
મહિલાની હત્યા છરીના ઘા મારીને કરવામાં આવી હોવાથી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલ ટેક્સ નજીકથી એક ૪૫ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળતા આ એક પૂર્વયોજિત હત્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, સોલડી ટોલ ટેક્સ નજીક આવેલી એક અવાવરુ જગ્યામાંથી મહિલાની લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ રૂકસાના ઉર્ફે રાની તરીકે થઈ છે, જેની ઉંમર અંદાજે ૪૫ વર્ષ હોવાનું સામે આવ્યું છે.
એક શંકાસ્પદ યુવકને અટકાયત કરાઈ
મહિલાની હત્યા છરીના ઘા મારીને કરવામાં આવી હોવાથી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે.ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ અને ટેકનિકલ પુરાવાઓના આધારે એક શંકાસ્પદ યુવકને અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી હત્યા પાછળનું ચોક્કસ કારણ અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.
