Last Updated on by Sampurna Samachar
DIG હરચરણ સિંહ ભુલ્લર લાંચ કેસ મામલો
૫ કરોડ કેશ, ૧.૫ કિલો સોનું અને વિદેશી દારૂ મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
CBI એ પંજાબ પોલીસના રોપર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લર અને એક પ્રાઈવેટ વ્યક્તિની ૮ લાખ રૂપિયાના લાંચ કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ અધિકારી ૨૦૦૯ બેચના IPS અધિકારી છે અને હાલમાં રોપર રેન્જ DIG તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
CBI એ DIG ના ઘર અને અન્ય ઠેકાણાઓ પર દરોડા દરમિયાન અનેક લક્ઝરી વસ્તુઓ જપ્ત કરી છે. CBI ના જણાવ્યા અનુસાર, DIG પર આરોપ છે કે, તેમણે એક ઉદ્યોગપતિ પાસેથી તેમની સામે નોંધાયેલ FIR ને સેટલ કરવા અને આગળ કોઈ પોલીસ કાર્યવાહી ન કરવાના બદલામાં ૮ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તેઓ દર મહિને ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી પણ કરી રહ્યા હતા.
બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી
CBI એ ફરિયાદ મળ્યા બાદ ૧૬ ઓક્ટોબરના રોજ કેસ નોંધ્યો અને ચંદીગઢના સેક્ટર ૨૧માં છટકું ગોઠવ્યું, જેમાં આરોપીના વચેટિયાને ૮ લાખ રૂપિયા સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપ્યો. CBI એ જણાવ્યું કે, ટ્રેપ દરમિયાન ફરિયાદીએ DIG ને એક કન્ટ્રોલ્ડ કોલ કર્યો, જેમાં અધિકારીએ રૂપિયા સ્વીકાર્યા હોવાની કબૂલાત કરી અને વચેટિયા અને ફરિયાદીને તેમની ઓફિસમાં બોલાવ્યા. ત્યારબાદ CBI ટીમે DIG ને તેમની ઓફિસમાંથી ધરપકડ કરી.
દરોડા દરમિયાન CBI એ DIG ના ઘરો અને અન્ય ઠેકાણામાંથી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ મળી આવી, જેમાં લગભગ ૫ કરોડ રૂપિયા રોકડા (હજુ પણ ગણતરી ચાલુ છે), ૧.૫ કિલો સોનું અને ઘરેણાં, પંજાબમાં મિલકતો સંબંધિત અનેક દસ્તાવેજો, મર્સિડીઝ અને ઓડી કારની ચાવીઓ અને ૨૨ મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઘર અને ઠેકાણાઓમાંથી લોકરની ચાવીઓ, ૪૦ લિટર વિદેશી દારૂની બોટલો, એક ડબલ-બેરલ ગન, એક પિસ્તોલ, એક રિવોલ્વર અને એક એરગન પણ મળી આવી છે. જ્યારે વચેટિયા પાસેથી ઝ્રમ્ૈંએ ૨૧ લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે. બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને તેઓ ૧૭ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થશે. ઝ્રમ્ૈંએ જણાવ્યું છે કે, મામલાની વધુ શોધખોળ અને તપાસ ચાલુ છે.