કારસ્તાન જોઈ પોલીસ-પરિવાર આશ્ચર્યમાં

Share this Article:

Last Updated on by Sampurna Samachar

યુવકે પરિણીત મહિલાના એકતરફી પ્રેમમાં હદ વટાવી

ઉજ્જૈનમાં એક યુવાને ઘરની બહાર સુકાતા મહિલાના અન્ડરગારમેન્ટ ચોરીની કરી : પોલીસે યુવાનને પકડ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઉજ્જૈનથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, એકતરફી પ્રેમમાં પડેલા યુવકે હદ વટાવી દીધી. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. ઘટના છે ઉજ્જૈનના ચિમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની, જ્યાં એક યુવાન રાત્રિના સમયે ચુપચાપ પડોશીના ઘરની બહાર જઈ, તાર પર સુકાતા મહિલાના અન્ડરગારમેન્ટ ચોરીને ભાગી જતો હતો.

પોલીસે યુવકને પકડીને પૂછપરછ કરી તો ખબર પડી કે, તે પડોશમાં રહેતી પરિણીતાને એકતરફી પ્રેમ કરતો હતો અને આ જ કારણે તે આ હરકત કરતો હતો.મહિલા અને તેના પરિવારે પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના ઘરની બહાર સુકાતા કપડાંમાંથી વારંવાર મહિલાના અન્ડરગારમેન્ટ્સ ગાયબ થઈ જાય છે. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું હશે, પણ વારંવાર આવું થવા લાગ્યું તો શંકા વધી ગઈ.

ચોંકાવનારો ખુલાસો થયો

આસપાસ લાગેલા સીસીટીવી તપાસ્યા પછી પરિવાર અને પોલીસ બંને આશ્ચર્યમાં પડી ગયા. જેમાં એક યુવાન અડધી રાતે ધીમે ધીમે ઘરની બહાર આવે છે, પહેલા ચારેબાજુ નજર કરે છે, પછી તાર પાસે જઈને મહિલાના અન્ડરગારમેન્ટ ચોરીને ભાગી જાય છે. બાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ટૂંક સમયમાં આરોપીની ઓળખ કરીને ૨૫ વર્ષના યુવાન અંકિતને ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, અંકિત એ જ વિસ્તારમાં રહે છે જ્યાં મહિલા રહે છે.

આરોપીને ઝડપી પાડ્યા બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ પોલીસને કહ્યું હતું કે, તે પડોશમાં રહેતી પરિણીત મહિલાને એકતરફી પ્રેમ કરતો હતો. આ જ કારણથી તે તેની ઘરની બહાર સુકાતા અન્ડરગારમેન્ટ ચોરી લેતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીએ પોતાની છાતી પર મહિલાના નામનું ટેટૂ કરાવ્યું છે.

પોલીસ મુજબ, આરોપી માત્ર એક વાર નહીં, પણ ઘણીવાર આવી હરકત કરી ચૂક્યો છે. રાત્રે તકનો લાભ લઈને ઘરની બહાર આવતો અને તાર પર સુકાતા કપડાંમાંથી મહિલાના અન્ડરગારમેન્ટ ચોરીને ભાગી જતો હતો. પરિવારે વારંવાર બનતી આ ઘટનાથી કંટાળી પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસનું કહેવું છે કે જાે કોઈ વિસ્તારમાં આવી શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવી જોઈએ. હાલ આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પૂછપરછ ચાલુ છે.

આ અનોખી ઘટના સામે આવ્યા પછી આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો આશ્ચર્યમાં છે કે શું એક યુવાન માત્ર એકતરફી પ્રેમના કારણે આવી હરકત કરી શકે? સ્થાનિક લોકો કહે છે કે આવી ઘટનાઓ માત્ર અસામાન્ય જ નથી, પણ સમાજમાં અસુરક્ષા અને અસહજતા પણ પેદા કરે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.