Last Updated on by Sampurna Samachar
PM મોદી અને સ્ટારમર દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરાઇ
કપડાં, શૂઝ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવ સસ્તા થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ લંડનમાં બ્રિટિશ PM કીર સ્ટારમરને મળ્યા હતા. જ્યાં દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, બંનેએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો ઉદ્દેશ્ય ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ના સંદર્ભમાં તેમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. PM મોદી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને મળશે. આ દરમિયાન PM મોદી અને સ્ટારમર દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી.
બ્રિટિશ વડા પ્રધાન સ્ટારમરે જણાવ્યું હતું કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે તે નોકરીઓ અને આર્થિક વિકાસ માટે એક મોટી જીત છે. આ કરાર હેઠળ ટેરિફમાં ઘટાડો થવાથી કપડાં, શૂઝ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવ સસ્તા થશે.
“યુકે-ઇન્ડિયા વિઝન ૨૦૩૫” લોન્ચ કરશે
આ કરારથી દ્વિપક્ષીય વેપાર વાર્ષિક આશરે ૩૪ અબજ યુએસ ડોલર સુધી વધશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આ ઐતિહાસિક કરારને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ FTA જેને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળ્યા પછી સૌથી મહત્વપૂર્ણ આર્થિક દ્વિપક્ષીય વેપાર કરાર તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. તેના પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના બે દિવસના પ્રવાસે છે. તેમણે લંડનમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા હતા. ૬ મેના રોજ આ કરાર પર ભારત અને બ્રિટન વચ્ચે એક સહમતિ બની હતી. તેનો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં વેપારને $ ૧૨૦ બિલિયન સુધી વધારવાનો છે. આ ઉપરાંત, તેમાં ભારતીય નિકાસ પર ૯૯% કર રાહત અને બ્રિટિશ ઉત્પાદનો પર ૯૦% ડ્યુટી ઘટાડો પણ શામેલ છે.
અહેવાલ અનુસાર, બંને વડા પ્રધાનો “યુકે-ઇન્ડિયા વિઝન ૨૦૩૫” પણ લોન્ચ કરશે, જેનો ઉદ્દેશ્ય ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં તેમની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. બ્રિટને કહ્યું કે ભારતીય ગ્રાહકોને સોફ્ટ ડ્રિંક્સ, કોસ્મેટિક્સ, કાર અને તબીબી ઉપકરણો જેવા શ્રેષ્ઠ બ્રિટિશ ઉત્પાદનોની વધુ સારી ઍક્સેસ મળશે, કારણ કે આ કરારના અમલીકરણ પછી સરેરાશ આયાત ડ્યુટી ૧૫ ટકાથી ઘટાડીને ૩ ટકા કરવામાં આવશે.
આ ડિલ દ્વારા કાપડ (ટેક્સટાઇલ), ચામડું અને ફૂટવેર જેવા શ્રમ-સઘન ઉત્પાદનોને બ્રિટનના ૨૩ અરબ ડોલરના બજારમાં ડ્યુટી-ફ્રી પહોંચ મળશે. ભારતની મહિલા વણકરો અને ડિઝાઇનરોને હવે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને કંબોડિયા જેવા દેશોથી મળી રહેલી સ્પર્ધા સામે સમાન રમતનું મેદાન હશે.
ભારત-યુકે ફ્રી ટ્રેડ ડિલ બાદ શું-શું સસ્તું થશે?
– કાપડ અને વસ્ત્રો
– રત્નો, આભૂષણો અને ચામડું
– એન્જિનિયરિંગ સામાન અને ઓટો પાર્ટ્સ
– આઇટી અને બિઝનેસ સેવાઓ
– ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો
– ફૂડ પ્રોસેસિંગ, ચા, મસાલા અને દરિયાઈ ઉત્પાદનો
– રસાયણો અને વિશેષ સામગ્રી
– હરિત ઉર્જા અને સ્વચ્છ ટેકનોલોજી