Last Updated on by Sampurna Samachar
ત્રિનિદાદ-ટોબેગો ભારત માટે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ
બ્રાઝિલ ભારતનું એક મહત્વપૂર્ણ ભાગીદાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાનાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. PM મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આજેર્ન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા સહિત પાંચ દેશોની મુલાકાત લેશે. આ ઉપરાંત, તેઓ બ્રાઝિલમાં આયોજિત બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે.
PM મોદી તેમની વિદેશ મુલાકાતના પહેલા તબક્કામાં ઘાનામાં રહેશે. ૩ દાયકામાં ભારતીય વડાપ્રધાનની આ પહેલી ઘાના મુલાકાત હશે. તેઓ ઘાનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠકમાં આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.
PM મોદી બ્રિક્સ બેઠકમાં ભાગ લેશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે સાથે મળીને આપણે વધુ શાંતિપૂર્ણ, સમાન, ન્યાયી, લોકશાહી અને સંતુલિત બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ત્રિનિદાદ અને ટોબેગો ભારત માટે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે. આ દેશમાં ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી છે, જેઓ ૧૯ મી સદીમાં ભારતમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સના વંશજ છે. આ ડાયસ્પોરા ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે એક મજબૂત સાંસ્કૃતિક સેતુ તરીકે સેવા આપે છે.
PM મોદી ૩ અને ૪ જુલાઈએ ત્રિનિદાદ-ટોબેગોમાં રહેશે. ૧૯૯૯ પછી આ કોઈ ભારતીય વડા પ્રધાનની પહેલી મુલાકાત હશે. ત્યારબાદ PM મોદી મુલાકાતના ત્રીજા તબક્કામાં ૪ અને ૫ જુલાઈએ આજેર્ન્ટિનાની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંરક્ષણ, કૃષિ, ખાણકામ, તેલ અને ગેસ અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં ભાગીદારી પર ચર્ચા કરશે. આ પછી, PM મોદી બ્રિક્સ બેઠકમાં ભાગ લેવા માટે બ્રાઝિલ જશે અને ૯ જુલાઈએ નામિબિયાની મુલાકાત લેશે.
બ્રાઝિલ ભારતનું એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, ખાસ કરીને કારણ કે તે વિશ્વના સૌથી મોટા BRICS દેશોના જૂથ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા)નો ભાગ છે. ભારત અને બ્રાઝિલ વચ્ચેનો વેપાર ૧૨.૨૦ બિલિયન સુધી પહોંચી ગયો છે. ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે.