Last Updated on by Sampurna Samachar
પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીએ પદ પરથી રાજીનામું આપ્યું હતુ
શાંતિ સ્થાપનામાં ભારતનો પૂર્ણ સહયોગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીતના માધ્યમથી Gen Z આંદોલન દરમિયાન થયેલા જાનમાલના નુકસાન પર સંવેદના વ્યક્ત કરી છે. આ અંગે વડાપ્રધાન મોદીએ પોતે જાણકારી આપી હતી. PM મોદીએ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી.
હાલમાં જ થયેલા જાનમાલ નુકસાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાના પ્રયાસો માટે ભારતનું દ્રઢ સમર્થન હોવાની ખાતરી આપી હતી. તેમજ મેં તેમને અને નેપાળના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ પર હાર્દિક શુભકામના પણ પાઠવી છે. ઉલ્લેખનીય છે, નેપાળમાં ૨૦૧૫ના રોજ નવા બંધારણની જાહેરાતના ભાગરૂપે નેપાળી કેલેન્ડર અનુસાર, અહોજ ૩ (આ વર્ષે ૧૯ સપ્ટેમ્બરે)ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
બે દિવસમાં જ નેપાળની સરકાર ઉથલ પાથલ
નેપાળમાં યુવાનોએ સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરૂદ્ધ સરકાર વિરૂદ્ધ Gen Z આંદોલન છેડ્યું હતું. જે બાદમાં ભ્રષ્ટાચાર, અસમાનતામાં તબદીલ થયુ હતું. આ આંદોલન હિંસક બનતાં બે દિવસમાં જ નેપાળની સરકાર ઉથલાવી દીધી હતી. પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ત્યારબાદ સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકાર બનાવવામાં આવી. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, નેપાળી સેનાના ટોચના અધિકારીઓ અને સરકાર વિરોધી પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓની સહમતિ બાદ સુશીલા કાર્કીને PM ની કમાન સોંપવામાં આવી હતી.